તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે

તમારા એકાઉન્ટમાં લોગ-ઇન કરો

એક એકાઉન્ટ ખોલો તમારો પાસવર્ડ ભૂલાઇ ગયું છે?

તમારી વિગતો ભૂલાઇ ગઇ છે?

તમારા એકાઉન્ટમાં લૉગિન કરો

એક એકાઉન્ટ બનાવો

એકાઉન્ટ ખુલેલું છે? અહીં લોગ-ઇન કરો

Gujarati Business Guide

ફ્રી મેમ્બરશીપ    |    પ્રિમિયમ મેમ્બરશીપ
પ્રિમિયમ મેમ્બરશીપમાં અપગ્રેડ કરો
  • ફ્રી મેમ્બરશીપ
  • પ્રિમિયમ મેમ્બરશીપ
  •       સ્વાગત ગેસ્ટ! લોગ-ઇન
  • લૉગ-ઇન
  • હોમ
  • બિઝનેસ ગાઇડ
  • બિઝનેસ વિકાસ માટે ટીપ્સ
  • બિઝનેસ એડવાઇસ વિડિયોઝ
  • ઉદાહરણો દ્વારા બિઝનેસના પાઠ
  •       સ્વાગત ગેસ્ટ! લોગ-ઇન
પ્રિમિયમ
મેમ્બરશીપ

સેલ્સ ટીમનું ટાર્ગેટ કેવી રીતે નક્કી કરવું?

  • Home
  • બિઝનેસ ગાઇડ
  • સેલ્સ
  • સેલ્સ ટીમનું ટાર્ગેટ કેવી રીતે નક્કી કરવું?
08 January 2017 / Published in સેલ્સ, વર્તમાન આકર્ષણો-1

સેલ્સ ટીમનું ટાર્ગેટ કેવી રીતે નક્કી કરવું?

  • આખી સેલ્સ ટીમ અને એના દરેક ભાગ કે વ્યક્તિને એક નિશ્ર્ચિત સેલ્સ ટાર્ગેટ-લક્ષ્યાંક અપાવું જોઇએ. આપણી દરેક પ્રોડક્ટ કે પ્રોડક્ટ-ગ્રુપ માટે પણ અલગ અલગ સેલ્સ ટાર્ગેટ નક્કી કરી શકાય.
  • ટાર્ગેટથી સેલ્સ ટીમને પોતાના પ્રયત્નોને એક ચોક્કસ દિશા તરફ કેન્દ્રિત કરવાનું કારણ મળે છે. એનાથી સેલ્સ ટીમને વધુ મહેનત કરવાનું મોટિવેશન મળે છે, તેમનો ઉત્સાહ વધે છે અને એના દ્વારા સેલ્સ ટીમના અલગ અલગ મેમ્બરોની અસરકારકતાનું ચોક્કસ મૂલ્યાંકન પણ થઇ શકે છે.
  • કયો માણસ કેવું કામ કરી રહ્યો છે, એ એના ટાર્ગેટ સિદ્ધ કરવાની સફળતા કે નિષ્ફળતા પરથી કેે એણે એ હાંસલ કરવા માટે કરેલા પ્રયત્નો પરથી નક્કી કરી શકાય છે. સેલ્સ ટાર્ગેટ જ એક એવું માપદંડ છે કે જેનાથી આપણી સેલ્સ ટીમમાં કોણ સ્ટાર પ્લેયર છે અને કોના કામમાં કચાશ છે, એ નક્કી થઇ શકે છે.
  • આ ટાર્ગેટ અલગ અલગ પ્રકારે નક્કી થઇ શકે. સેલ્સનું કુલ ટર્નઓ, કોઇ એક પ્રોડક્ટના વેચાયેલ નંગની સંખ્યા, સેલ્સની સામે આવેલ રકમ અથવા તો સેલ્સની સફળતા સૂચવતી હોય એવી બીજી કોઇક ચોક્કસ રીતે ગણી શકાય એવી બાબત પર સેલ્સ ટાર્ગેટ નક્કી કરી શકાય.
  • બીજું, આપણું ધ્યાન માત્ર યેન કેન પ્રકારેણ સેલ્સનું ટર્નઓ વધારવા પૂરતું જ મર્યાદિત ન હોવું જોઇએ. સેલ્સ થયા બાદ એના પૈસા કસ્ટમર પાસેથી આવે એના પર પણ એટલું જ ધ્યાન હોવું જોઇએ. જો માત્ર કોઇ પણ રીતે સેલ્સ વધારવા પર જ આંધળુકિયાં કરવામાં આવે, તો ટર્નઓ વધારવાના ઉત્સાહમાં પેમેન્ટ આપવામાં ખરાબ રેકોર્ડ ધરાવતા હોય એવા કસ્ટમરોને પણ સેલ્સ થઇ જવાની સંભાવનાઓ રહે છે. આને કારણે ઉધારી વધી જવાની અને અંતમાં એ પૈસા ગુમાવવાની શક્યતા રહે છે. આને કારણે સેલ્સ ટાર્ગેટ દ્વારા પેમેન્ટ કલેક્શન પર પણ ધ્યાન આપવું જોઇએ.
  • સેલ્સ ટીમના દરેક મેમ્બરોની કામગીરીનું વાર્ષિક કે સામયિક મૂલ્યાંકન કરતી વખતે સેલ્સ ટાર્ગેટની સામે એણે મેળવેલ સિદ્ધિ તથા એ માટે એણે કરેલ પ્રયાસોને ધ્યાનમાં લેવાં જોઇએ.

Share the knowledge

આના પછી શું વાંચશો?

SMEBusinessGuide
ટૂંકા ગાળાનો વિચાર કરીને નિર્ણયો ન લો
SMEBusinessGuide
કયા ધંધામાં હરિફાઇ વધવાની શક્યતા વધારે છે?
સેલ્સ મેનેજમેન્ટ – ઇન્ટ્રોડક્શન

ગુજરાતી બિઝનેસ ગાઇડ - તમારો ઓનલાઇન બિઝનેસ કોચ

અમારા વિશે

કોઇ પણ બિઝનેસની વિકાસયાત્રાના શરૂઆતના વર્ષોમાં સાચી અને સમયસરની સલાહ બહુ કીમતી સાબિત થાય છે. ધંધાર્થીઓને તેમનો બિઝનેસ શરુ કરવા, ચલાવવા અને વિકસાવવા માટે જરૂરી એક્ષ્પર્ટ માર્ગદર્શન ગમે ત્યાં, ગમે ત્યારે ગુજરાતી ભાષામાં મળી રહે એ આ વેબસાઇટ શરૂ કરવા પાછળનો મુખ્ય આશય છે. વધુ વાંચો »

શોર્ટકટ લિંક

  • બ્લોગ
  • રોજિંદા સામાન્ય સવાલો
  • બિઝનેસ ક્વોટ્સ
  • બિઝનેસ ઓફ લાઇફ
  • પ્રાઇવસી પોલિસી
  • ટર્મ્સ ઓફ યૂઝ
  • ડિસ્ક્લેમર
  • સંપર્ક

મેમ્બરશીપ

  • ફ્રી મેમ્બરશીપ
  • પ્રિમિયમ મેમ્બરશીપ

સ્ટોર

બિઝનેસ કોચિંગ સર્વિસીસ

અગાઉના ન્યૂઝલેટર્સ »

માત્ર મેમ્બર્સ માટે બિઝનેસ ગ્રોથ ન્યૂઝલેટર કે જેમાં નિયમિત નવી માહિતી, ખાસ લેટેસ્ટ મટીરિયલ અને બીજું ઘણું બધું – સીધું તમારા ઇ-મેલ ઇન-બોક્ષમાં

  • સોશિયલ મિડિયા સંપર્ક

© 2018 Sanjay Shah. All rights reserved. Website powered by Amazing Interactive.

TOP