તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે

તમારી વિગતો ભૂલાઇ ગઇ છે?

નવું એકાઉન્ટ બનાવો

તમારા SME બિઝનેસનો વિકાસ કરવા માગો છો? (Call +91-9322 23 33 23)

તમારા બિઝનેસને નેક્ષ્ટ લેવલ પર લઇ જવો છે?

તમારા વિકાસશીલ ધંધાની વિકાસયાત્રાને અવિરત રાખવા માગો છો?

તમારા ધંધામાં વ્યવસ્થિત સિસ્ટમ તથા પ્રોસેસ ડેવલપ કરવા માગો છો?

અમે ઘણાં વિકાસશીલ SME બિઝનેસીસ સાથે કામ કરીએ છીએ. અમારી કસ્ટમાઇઝ્ડ બિઝનેસ કોચિંગ સેવાઓ દ્વારા અમે તેમને મદદ કરીએ છીએ. મોટે ભાગે એક બિઝનેસ લીડર માટે ધંધાની વિકાસયાત્રા એક એકલવાયી યાત્રા હોય છે. ધંધો વિકસાવવામાં ધંધાર્થીઓને અનેક સમસ્યાઓ નડતી હોય છે. ધંધામાં આવતી સમસ્યાઓ વિશે કોની સાથે વાત કરવી, કોનું માર્ગદર્શન લેવું, શું કરવું એવા અનેક પ્રશ્નો ધંધાર્થીઓને પજવતા હોય છે. અમે એમની આ યાત્રામાં તેમને યોગ્ય માર્ગદર્શન દ્વારા મદદ કરવાના આશયથી જોડાઇએ છીએ.

બિઝનેસ ગ્રોથ કોચિંગ

એવું કહેવાય છે કે એક આઇડિયા આપણી જિંદગી બદલી શકે છે. એક ધંધાર્થીર્નું દીમાગ ફળદ્રૂપ હોય છે, જે એક નાનકડા આઇડિયાને પકડીને, એને વિકસાવીને ખૂબ મોટું સ્વરૂપ આપી શકે છે.  એક વિચારના આધારે શૂન્યમાંથી સર્જન કરવું એ સફળ ધંધાર્થીઓ-ઉદ્યોગ સાહસિકોની ખાસિયત હોય છે. પરંતુ અમુક આઇડિયાઝ ઊલટા પણ પડતાં હોય છે. યોગ્ય આઇડિયા જો યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને આવે અને એનો યથાર્થ અમલ પણ થાય, તો સોનામાં સુગંધ ભળે. એટલે ધંધાર્થીઓ માટે હંમેશાં પોતાના મગજમાં કયા આઇડિયાને પ્રવેશવા દેવા એના વિશે સતત સતર્ક રહેવું જરૂરી હોય છે. થોડીક ગફલત ગંભીર પરિણામો લાવી શકે છે. આઇડિયાઝનું મહત્ત્વ સમજતા અને એની કિંમત જાણતા SME ધંધાર્થીઓ સાથે અમે કામ કરીએ છીએ.

અમે શું મદદ કરી શકીએ?

પોતાના ધંધાને એક સ્તર પર લાવી ચૂકેલા ધંધાર્થીઓને એમના બિઝનેસની વિકાસયાત્રા અવિરતપણે ચાલતી રાખવામાં, એને નેક્ષ્ટ લેવલ પર લઇ જવામાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમયસર અને પદ્ધતિસર આ સમસ્યાઓનું નિરાકરણ થઇ જાય, તો ધંધાને વિકાસમાર્ગે બહુ સ્પીડબ્રેકર નથી નડતા.

તમારો ધંધો વિકાસમાર્ગે આગળ વધી રહ્યો હોય, અથવા તો વધવા માગતો હોય, તો એમાં નિમ્નલિખિત બાબતોમાં અમે તમને મદદ કરી શકીએ છીએ:

  • ધંધાની વિકાસયાત્રાને આગળ વધતી રાખવા માટેનું પ્લાનીંગ
  • તમારા ધંધાના મજબૂત ભવિષ્ય માટે સ્ટ્રેટેજી
  • આગળ વધવાની દિશા વિશે આખી કંપનીમાં એકસૂત્રતા
  • યોગ્ય પોલિસીઓ, કાર્યક્ષમ સિસ્ટમ્સ અને પ્રોસેસીસનું નું સ્થાપન અને અમલીકરણ
  • બિઝનેસની ટીમો વચ્ચે સુવ્યવસ્થિત કોઓર્ડીનેશન, કો-ઓપરેશન અને કોમ્યુનિકેશન
  • અર્થપૂર્ણ અને નિયમિત રીપોર્ટીંગ સિસ્ટમ
  • સિસ્ટેમેટિક નિર્ણયો લેવા માટેનું પ્લેટફોર્મ
  • દરેક સ્તરની દરેક વ્યક્તિના કામ અંગે સ્પષ્ટતા અને એનું સચોટ મોનિટરીંગ
  • સ્ટાફ મેમ્બરોમાં કંઇક પ્રદાન કરવાની ભાવનાયુક્ત મોટીવેશન
  • ક્સ્ટમરોની ફરિયાદોમાં ઘટાડો અને સંતોષમાં વૃદ્ધિ
  • તમારી માર્કેટિંગ અને બ્રાન્ડીંગની પ્રવૃત્તિઓને એક ચોક્કસ દિશા
  • કંપનીમાં ક્વોલિટી, કાર્યક્ષમતા, સેલ્સ અને પ્રોફીટમાં નોંધપાત્ર સુધારો

અમે કેવી રીતે કામ કરીએ છીએ?

  • ખુલ્લું મન, બદલવાની તૈયારી અને શીખવાની ઇચ્છા ધરાવતા, એક ચોક્કસ ન્યૂનતમ સાઇઝના વિકાસલક્ષી SME ધંધાઓને એમની જરૂરિયાત અનુસાર સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ પરિણામલક્ષી બિઝનેસ કોચિંગ સેવાઓ આપીએ છીએ.
  • અસરકારક CEO Coaching પ્રોસેસ દ્વારા માલિકો, પ્રમોટરો, ટોપ-મેનેજમેન્ટને ઘંઘાના વિકાસ માટે આવશ્યક નેતૃત્વ શૈલી ડેવલપ કરવા માટે પર્સનાઇઝ્ડ કોચિંગ પૂરું પાડીએ છીએ.
  • બિઝનેસમાં યોગ્ય સ્થાન માટે યોગ્ય વ્યકિત શોધીને એની નિમણૂક કરવામાં માર્ગદર્શન આપીએ છીએ.
  • બિઝનેસના સ્થળે જાતે નિયમિતપણે વિઝિટ કરીને મિટિંગો, ઇન્ટરવ્યૂઝ, ચર્ચા અને ટ્રેનિંગ દ્વારા કંપનીને નેક્ષ્ટ લેવલ માટે સુસજ્જ કરવામાં મદદ કરીએ છીએ.
  • મુંબઇ સિવાયના સ્થળોએ વિડિયો મિટિંગો અને સમયાંતરે વ્યક્તિગત મુલાકાતો દ્વારા કોચિંગ આપીએ છીએ.
  • બધું જ કોચિંગ સંજય શાહ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

સંજય શાહ વિશે

સંજય શાહ મુંબઇ સ્થિત SME બિઝનેસ કોચ, બિઝનેસ લેખક અને કી-નોટ સ્પીકર છે. તેઓ અનેક SME બિઝનેસીસને વિકસાવવામાં અને એમના વર્તમાન વિકાસને મેનેજ કરવા માટે કોચિંગ સેવાઓ આપે છે. તેમણે લખેલી બૂક "બિઝનેસ મેનેજમેન્ટ સિમ્પ્લિફાઇડ" બિઝનેસ વર્ગમાં ખૂબ પ્રચલિત છે. આ બૂક ઇંગ્લીશ, ગુજરાતી અને મરાઠીમાં ઉપલબ્ધ છે. સોફ્ટવેર એન્જિનીયર અને માર્કેટિંગ સાથે MBA કરી ચૂકેલા સંજય શાહ પાસે વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ લેવલ પર કામ કરવાનો 30+ વર્ષનો અનુભવ છે. 

વિકાસના માર્ગે વધુ વેગથી આગળ વધવા માટે અમારો સંપર્ક કરો:

+91-9322 23 33 23

sanjayshah912@gmail.com

TOP
Contact Form
close slider

    Contact Form

    ×