અનેક કંપનીઓં કસ્ટમરો કંપનીના અનેક પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ્સ, ફોર્મ વગેરેના સંપર્કમાં આવે છે. આ બધા પ્રિન્ટેડ મટિરિયલની ડિઝાઇન અને ક્વોલિટીની પણ કસ્ટમરોના અનુભવો પર અસર થાય છે.
- ઘણી બેન્કોમાં ડિપોઝીટ સ્લીપ્સ કે બીજા ફોર્મ્સ એવા ખરાબ રીતે ડિઝાઇન થયેલા હોય છે, કે એ લખવામાં કસ્ટમરોને ખૂબ મૂંઝવણ થાય છે. અમુક કિસ્સાઓં ભરવાની વીગત ભરવા માટે પૂરતી જગ્યા પણ એના પર નથી હોતી. જેણે એ સ્લીપ કે ફોર્મ ડિઝાઇન કર્યું હોય, એ માત્ર એક વખત જ જો વાસ્તવિક રીતે એમાં વીગત ભરવાનો જાત અનુભવ કરે તો એમને સમજાઇ જાય કે કસ્ટમરોને શું અગવડ પડે છે. પણ આપણને અનેક ઉદાહરણો જોવા મળે છે, કે આવી સ્ટેશનરી એકદમ આડેધડ રીતે ડિઝાઇન થયેલી હોય છે.
- બીજી બાજુ, અમુક ડોક્યુમેન્ટ્સમાં મહત્ત્વની વીગતો એવી રીતે છાપવામાં આવેલી હોય છે કે એને કોઇ રીતે વાંચી જ ન શકાય. એમાં કાં તો પ્રિન્ટીંગ ઝાંખું થયેલું હોય, કલર ખરાબ પસંદ કરેલા હોય અથવા તો અક્ષરો ખૂબ જ ઝીણા છાપવામાં આવ્યા હોય. કોઇ બેન્કના ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટ પાછળની વીગત કે ઇન્સ્યૂરન્સ અથવા તો મ્યુચ્યુઅલ ફંડના ફોર્મ્સ પર છપાયેલી સૂચનાઓ વાંચવાની કોશિશ કરી હશે, તો ખ્યાલ આવશે કે એમાં લખેલું વાંચવું લગભગ અશક્ય જ છે. કસ્ટમર જેને વાંચી જ ન શકે, એને સમજી કેવી રીતે શકે?
- આપણે કસ્ટમરોને જે બિલ આપતા હોઇએ, એમાં પણ આવું થવાની શક્યતા રહે છે. અમુક સુપર માર્કેંટ કે એવી બીજી જગ્યાઓથી જે બિલ છાપીને આપવામાં આવે છે, એમાં શબ્દોને ટૂંકા કરીને, નાની સાઇઝના ફોન્ટમાં છાપવામાં આવે છે. અનેક અતરંગી સ્કીમો, શરતો વગેરે એમાં સરળતાથી ન સમજાય એવી રીતે છાપવામાં આવી હોય છે. આવા બિલને સમજવું કસ્ટમર માટે ખૂબ જ મુશ્કેલ હોય છે.
- અમુક કંપનીઓ તરફથી જે જાહેરખબરો પબ્લીશ કરવામાં આવે છે, એ પણ ખૂબ જ ખરાબ રીતે ડિઝાઇન થયેલી હોય છે. મહત્ત્વની માહિતી પણ તેમાં અયોગ્ય ફોન્ટ સાઇઝ કે ખરાબ કલર કોમ્બીનેશનને કારણે આસાનીથી વાંચી શકાતી નથી.
- આપણી વેબ સાઇટની ડિઝાઇન, એના ફોન્ટ્સ અને કલર કોમ્બીનેશનમાં પણ આવી જ તકલિફો જોવા મળે છે. ઘણી વાર અતિ ફેન્સી ડિઝાઇનીંગ કરવાના ક્રિએટિવીટીના ઉત્સાહમાં કસ્ટમરને ચીડ ચડે, એની મૂંઝવણ વધારે અને સમય બગાડે એવી ડિઝાઇનો જોવા મળે છે.
- આપણા સ્ટોરમાં કે મૉલમાં જે અલગ અલગ પ્રકારના સંકેતો કે માર્ગદર્શક સાઇન બોર્ડ મૂકવામાં આવે છે, એ પણ વિચારપૂર્વક અને પ્રેક્ટીકલ્લી ડિઝાઇન થવા જોઇએ. અહીં પણ ઘણી વાર પ્રેક્ટીકલ ઉપયોગિતા અતિ-ઉત્સાહી ક્રિએટિવીટીનો શિકાર બનેલી દેખાય છે અને બિલકુલ ન સમજાય એવા અતરંગી બોર્ડસ જોવા મળે છે. આવી ડિઝાઇનો કસ્ટમરને કામ આવવાને બદલે એમની પરેશાની વધારતી હોવાથી એકદમ નકામી પૂરવાર થાય છે.
- આપણી કંપનીનું તમામ પ્રિન્ટેડ મટિરિયલ, વેબ સાઇટ કે સાઇન બોર્ડ વગેરે કસ્ટમરની અનુકૂળતા, પસંદગી અને સગવડને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થવું જોઇએ. જો કંપનીમાંથી કોઇક આ બધી વસ્તુઓ કસ્ટમરની આંખોથી એક વાર જોવાની કોશિશ કરે અને તેમનો કસ્ટમરની જેમ ઉપયોગ કરવાની કોશિશ કરે, તો એમને તરત ખબર પડી જાય કે શું ઉચિત છે અને શું નથી.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)