આપણા ધંધાની જગ્યા કે જ્યાં કસ્ટમરો આવે છે, એનું ડિઝાઇનીંગ કસ્ટમરોની સુવિધાને ધ્યાનમાં રાખીને થવું જોઇએ. અનેક જગ્યાએ જોવા મળે છે, કે કસ્ટમરો જ્યાં આવતા હોય, એવી જગ્યાઓ લે-આઉટ, ત્યાં જરૂરી અવકાશ-સ્પેસ, ત્યાંનું લાઇટીંગ, મોકળાશ, તાપમાન વગેરે યોગ્ય નથી હોતાં અને એને કારણે કસ્ટમરોને ઘણી અગવડ થતી હોય છે.
- ધંધાની જગ્યાઓં ટોઇલેટ્સ-વૉશ-રૂમ પ્રત્યે મોટા ભાગની કંપનીઓં બરાબર ધ્યાન નથી હોતું. અમુક કંપનીઓ તો આ બાબતે ઓમાં ઓં ધ્યાન આપે છે. કસ્ટમરના અનુભવમાં ખટાશનું એક કારણ આ બની શકે. આપણા કર્મચારીઓ કે કસ્ટમરો માટે વાશ-રૂમ એક પાયાની જરૂરિયાત છે. આપણી કંપનીમાં વાશ-રૂમ હોય, તો એ બરાબર સ્વચ્છ રહે અને વાપરવા લાયક રહે એ જોવું જોઇએ.
- બીજી બાજુ અમુક કંપનીઓં આવનારા કસ્ટમરો માટે વાશ-રૂમની સગવડ જ નથી હોતી. ઘણી બિલ્ડીંગોમાં જગ્યાના અભાવે બીજા ભાડૂઆતોની સાથે શેરીંગને કારણે દરેક કંપની પાસે પોતાની આગવી સુવિધાઓ શક્ય નથી બનતી. જો આપણી પાસે આવતા કસ્ટમરો દૂરથી આવતા હોય અથવા તો તેમને આપણી કંપનીમાં ઘણો સમય વીતાવવાની જરૂર પડતી હોય, તો આવી સુવિધાનો અભાવ કસ્ટમરને માટે તકલિફ ઊભી કરી શકે છે.
- રેડીમેડ કપડાંની અમુક દુકાનોમાં ચેન્જીંગ રૂમ માત્ર નામ ખાતર હોય છે. એ સાવ નાના-અપૂરતા હોય, એમાં ઘણો આડો-અવળો સામાન ખડકેલો હોય, એમાં બેઝિક સગવડો પણ ન હોય, એવું જોવા મળતું હોય છે. કસ્ટમરોને આનાથી ખરાબ અનુભવ ન થાય તો બીજું શું થાય?
- અમુક ધંધાઓમાં કે જ્યાં કસ્ટમરોએ પોતાના ટર્ન માટે રાહ જોવાની હોય, એના વેઇટીંગ એરીયામાં સગવડો અપૂરતી હોય છે. ત્યાં બેસવાની સીટો ઓ હોય, સાવ નાનકડી અથવા વિચિત્ર હોય, ખૂબ અવાજ થતો હોય, ગરમી હોય, સફાઇ ન હોય એવું બધું જોવા મળે છે. ત્યાંના સ્ટાફ મેમ્બરો પણ ઉદ્ધત, થાકેલા, કંટાળેલા અને કસ્ટમરોની દશા પ્રત્યે બિલકુલ ઉદાસીન પણ હોય, ત્યાંનો સીન જોઇએ તો એવું લાગે કે બિઝનેસના માલિકોએ ખાસ એવી વ્યવસ્થા કરી હોય કે આવનારા ગ્રાહકોને રાહ જોતી વખતે ત્રાસ થાય જ. કસ્ટમરોને આવા અનુભવો ન થાય એવી વ્યવસ્થા આપણે કરવી જોઇએ.
- ધંધાના એવા સ્થળો કે જેમાં ગ્રાહકો ઘણો લાંબો સમય વિતાવવાના હોય (દા.ત. થિયેટર-મલ્ટીપ્લેક્ષ, માલ્સ, રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ વગેરે) ત્યાં આવનારા કસ્ટમરોના વાહનો માટે પાર્કીંગની સુવિધા હોવી જોઇએ. ઘણી જગ્યાઓ પાર્કીંગની મોટી સમસ્યા હોય છે અથવા તો પાર્કીંગની જગ્યા બિલકુલ હોતી નથી. આવી પરિસ્થિતિઓ કસ્ટમરના મનમાં અસંતોષ પેદા કરે છે.