જો કંપનીના માલિકો ક્વોલિટીને પ્રાધાન્ય ન આપે, તો સ્ટાફ પાસેથી ક્વોલિટી પ્રોડક્શન મળશે, એ આશા રાખવી નક્કામી છે.
ક્વોલિટીની શરુઆત ઉપરથી જ થવી જોઇએ. એમાંય અનુકૂળ ન હોય, ત્યારે પણ ક્વોલિટીમાં ઓછું-વત્તું ન થાય અને સતત ગુણવત્તા જળવાઇ રહે, એ જોવું જરૂરી બને છે.
ક્વોલિટી કોઇના મૂડ કે અનુકૂળ સંજોગો પર આધારિત ન હોવી જોઇએ. કોઇ પણ સંજોગોમાં ક્વોલિટી જળવાઇ રહેવી જોઇએ.
ધંધાના તમામ નિર્ણયો ક્વોલિટીને કેન્દ્રમાં રાખીને જ લેવાય એવું કમીટમેન્ટ ઉપરથી થાય, તો જ ક્વોલિટી સુધરે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આઇડીયાઝને જવાબદારીનું જીવન આપો
પૂર્વ લેખ:
આજના કસ્ટમરને જીતવા સચ્ચાઇનો માર્ગ જ અપનાવો