- સેલીંગ એક મુશ્કેલ કામ છે. દરેક માણસ સેલીંગનું કામ કરી શકે નહીં. આથી, સેલ્સ ટીમના મેમ્બરો સિલેક્ટ કરવામાં વ્યક્તિની યોગ્યતા નક્કી કરવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
- સેલ્સની સફળતામાં સેલ્સના લોકોનો અભિગમ-એટીટ્યુડ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણી સેલ્સ ટીમમાં સામેલ થવા ઇચ્છતા સભ્યોનો એટીટ્યુડ ચેક કરવા પર ખાસ ધ્યાન આપીને હકારાત્મક અભિગમ ધરાવતા લોકોને જ સિલેક્ટ કરવા જોઇએ.
- એ લોકો સ્ફૂર્તિલા, વિનમ્ર, ઉત્સાહી, પોઝીટીવ, મહેનતુ, મિલનસાર અને ફ્લેક્ષીબલ હોવા જોઇએ.
- સેલીંગના પ્રયત્નો ઘણી વાર નિષ્ફળ જાય છે. અવારનવારની નિષ્ફળતાથી હારી ન જાય એવા મજબૂત મનોબળના અને સ્વયં-પ્રેરિત (સેલ્ફ-મોટીવેટેડ) હોવા જોઇએ.
- સેલીંગમાં સફળતા માટે આત્મવિશ્વાસથી વાતચીત કરવાના અને લખવા-વાંચવાના સારા કૌશલ્યની જરૂર પડે છે. સેલ્સ ટીમમાં સારી કોમ્યુનિકેશન સ્કીલ્સ ધરાવતા લોકોને જ સામેલ કરવા.
- આપણે જે પ્રોડક્ટ કે સર્વિસ વેચતા હોઇએ, એ ધંધા, ઇન્ડસ્ટ્રી, માર્કેંટ વિશે એ વ્યક્તિ પાસે પૂરતું જ્ઞાન હોય, એ જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સેલ્સ ટીમનું વેતન કેવી રીતે નક્કી કરવું?
પૂર્વ લેખ:
સેલ્સ ટીમની સાઇઝ કેવી રીતે નક્કી કરવી?