- આપણો સેલ્સ સ્ટાફ જો કંપનીમાં જ હાજર રહેતો હોય (દા. ત. રીટેલ શો-રૂમ કે સુપર માર્કેંટ), તો દુકાનના ફ્લોર પર જ તેમના કામ પર દેખરેખ રાખી શકાય. એમના સુપરવાઇઝર કે મેનેજર તેમના પર નજર રાખીને તેઓ કસ્ટમર સાથે કેવી રીતે વર્તન કરે છે, કેવી રીતે કસ્ટમરને સમજાવીને એને વસ્તુ વેચવામાં સફળ થાય છે, એ ચેક કરી શકે છે.
- જો આપણું સેલીંગ ફોન દ્વારા થતું હોય, તો સુપરવાઇઝરો /મેનેજરોએ અવારનવાર આ ફોન પરની વાતચીતને સાંભળીને એ બરાબર રીતે થઇ રહી છે કે નહીં, એમાં બોલનારનો ટોન યોગ્ય છે કે નહીં, એની ચકાસણી કરતાં રહેવું જોઇએ. ઘણી કંપનીઓ પોતાના કાલ સેન્ટરમાંથી થતા બધાં ફોનને રેકોર્ડ કરી લે છે, પછી એમાંથી અમુક અમુક ફોનની વાતચીત સાંભળીને એની ગુણવત્ત્ાા ચેક કરી લે છે અને જો જરૂર હોય, તો ફોન કરનારને સુધારા વધારા કરવા માટે સૂચના કે ટ્રેનિંગ આપે છે.
- આપણે એવી વ્યવસ્થા પણ કરી શકીએ જેથી આપણને કસ્ટમરો પાસેથી નિયમિત રીતે અથવા અવારનવાર પ્રતિભાવ-ફીડબેક મળી શકે. આ ફીડબેકમાં અમુક એવા પોઇન્ટ્સ પણ સામેલ કરી શકાય કે જેનાથી એ કસ્ટમરોને અટેન્ડ કરનાર સેલ્સના માણસોની અસરકારકતા અંગે આપણને કસ્ટમરો તરફથી અભિપ્રાય મળી શકે. આવી રીતે સીધેસીધું કસ્ટમર પાસેથી મળતો પ્રતિભાવ સેલ્સ ટીમના પરફોર્મન્સ વિશે સૌથી સાચુકલો અંદાજ આપી શકે છે.
- જો આપણી સેલ્સ ટીમના મેમ્બરો કસ્ટમરોને મળવા ફિલ્ડ પર જતા હોય, તો એમની દરેક ફિલ્ડ વિઝિટની વીગત ચેક થવી જોઇએ. સેલ્સની ભાષામાં સેલ્સ પ્રતિનિધિ દ્વારા કસ્ટમરની જગ્યાએ કરાતી વિઝિટને કહેવાય છે. આખા દિવસમાં ગણ્યા ગાંઠ્યા કસ્ટમરો સુધી જ સેલ્સમેનો પહોંચી શકતા હોવાથી આ એક ખર્ચાળ પ્રવૃત્તિ બની જાય છે અને એટલે એની અસરકારકતા માપવી જરૂરી છે.
- ફિલ્ડ વિઝિટ કરતા દરેક સેલ્સ પ્રતિનિધિ પોતાની એક દિવસની બધી વીઝીટ્સની વીગત એક રીપોર્ટમાં ભરીને આપે એવી ગોઠવણ કરવી જોઇએ. આ રીપોર્ટને ડેઇલી કાલ રીપોર્ટ, ડેઇલી બીટ રીપોર્ટ કે ડેઇલી સેલ્સ રીપોર્ટ કહેવાય છે. એ સેલ્સ પ્રતિનિધિના મેનેજરે દરરોજ આ રીપોર્ટ તપાસીને એના દ્વારા શું કામ થઇ રહ્યું છે, એ ચકાસતા રહેવું જોઇએ.
- ફિલ્ડ પર જેના મોટી સંખ્યામાં સેલ્સના માણસો ફરતા હોય, એવી કંપનીઓ સેલ્સ ટીમના મેનેજમેન્ટ માટે ઇન્ટરનેટ બેઝ્ડ ઓાઇન સેવાઓે ઉપયોગ કરતી હોય છે. આને સેલ્સ ફોર્સ ઓેમેશન અથવા તો કસ્ટમર રીલેશનશીપ મેનેજમેન્ટ (CRM)ના સોલ્યુશન્સ કહેવાય છે. આ સુવિધામાં સેલ્સના માણસે પોતાની દરેક વિઝિટ પૂરી થતાંની સાથે જ એની વીગત મોબાઇલ, ટેબ્લેટ કે લેપટોપ દ્વારા સિસ્ટમમાં ફીડ કરવાની હોય છે. આવા કિસ્સામાં ડેઇલી રીપોર્ટ અલગથી ભરવાની જરૂર પડતી નથી, કારણ કે દરેક સેલ્સ પ્રતિનિધિની આખા દિવસની પ્રવૃત્તિનું ટ્રેકીંગ આપોઆપ સિસ્ટમ દ્વારા થતું હોવાથી, દિવસના અંતે આવો રીપોર્ટ સિસ્ટમમાંથી જ મળી જાય છે. માત્ર મેનેજરે આ રીપોર્ટને ચેક કરવાની જરૂર હોય છે. આજે વધુને વધુ કંપનીઓ પોતાના ફિલ્ડમાંના સેલ્સ ફોર્સને મેનેજ કરવા તથા તેમની કામગીરી પર દેખરેખ રાખવા માટે આવી ઓાઇન સેવાઓે ઉપયોગ કરે છે.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
સેલ્સ ટીમનું વેતન કેવી રીતે નક્કી કરવું?