- ટીમ દ્વારા કેટલા કસ્ટમરોને અટેન્ડ કરવાની જરૂર પડશે એના આધારે ટીમની સાઇઝ નક્કી થઇ શકે.
- આપણો રીટેલ ધંધો હોય, તો આપણા શો-રૂમની સાઇઝ, એમાંના અલગ અલગ ડીપાર્ટમેન્ટ્સની સંખ્યા અને ધંધાના મુખ્ય સમયે – પીક અવર્સમાં – સ્ટોરની મુલાકાતે આવનાર કસ્ટમરોની અંદાજીત સંખ્યા આ બાબતોને આધારે સ્ટોરના સેલ્સ સ્ટાફમાં કેટલા મેમ્બરોની જરૂર પડશે એ નક્કી કરી શકાય.
- જો આપણી સેલ્સ ટીમને કસ્ટમરની જગ્યાએ મુલાકાત લેવાની જરૂર પડતી હોય, તો આપણે પહેલાં એ નક્કી કરવું જોઇએ કે દરરોજ આવા કેટલા સંભવિત કસ્ટમરો સુધી પહોંચવું છે?
- એક દિવસમાં એક માણસ કેટલા કસ્ટમરોને મળીને વ્યવસ્થિત રીતે અટેન્ડ કરી શકે અને આપણે એક દિવસમાં કેટલા કસ્ટમરોનો સંપર્ક આ રીતે કરવા ઇચ્છીએ છીએ, એના આધારે આપણને ટીમમાં કેટલા સેલ્સના માણસો જોઇશે એ નક્કી કરવું જોઇએ.
- લગભગ દરેક ૮ થી ૧૦ સેલ્સ ટીમ મેમ્બરો પર દેખરેખ રાખવા માટે એમની ઉપર સિનિયર હોદ્દા પર એક સુપરવાઇઝર કે મેનેજરની જરૂર પડે છે. પ્રોડક્ટ-સર્વિસના પ્રકાર, ઇન્ડસ્ટ્રીનું માળખું તથા ટેકનોલોજીના ઉપયોગની માત્રાના આધારે આ નંબર ઓે કે વધુ થઇ શકે છે.
- આપણી સેલ્સ ટીમનું માળખું, આપણું વર્તમાન સેલ્સ, આપણું ભવિષ્યના સેલ્સનું ટાર્ગેટ અને આપણા ભવિષ્યના પ્લાનીંગના આધારે અલગ અલગ સ્તર પર કેટલા સેલ્સ સ્ટાફ મેમ્બરોની નિમણૂક કરવી પડશે, એ નક્કી કરી શકાય.
- B2B બિઝનેસમાં આપણા મહત્ત્વના કસ્ટમરો સાથે લાંબા સમયનો સંબંધ બાંધી શકાય એ માટે એમના પર વ્યવસ્થિત ધ્યાન આપવું જરૂરી હોય છે. આ માટે આપણી ટીમમાં પૂરતી સંખ્યામાં સેલ્સ મેમ્બરો હોય એ જરૂરી છે.
- B2C બિઝનેસમાં આપણા બધાંય કસ્ટમરો પર બરાબર ધ્યાન આપી શકાય અને એમને સારી સેવાઓ આપી શકાય એ માટે જરૂરી સંખ્યા આપણી સેલ્સ ટીમમાં હોવી જોઇએ.
- સેલ્સ ટીમની સાઇઝ નક્કી કરતી વખતે આપણું પ્રોફીટ માર્જીન, ટીમ મેમ્બર ઉમેરવાનો ખર્ચ અને એની સામે સેલ્સ વૃદ્ધિની શક્યતાથી થનાર વધારાનો લાભ – આ બધુંય ધ્યાનમાં રાખવું જોઇએ.