- મોબાઇલ ફોન અને સ્માર્ટ ફોનની સતત વધતી લોકપ્રિયતા અને ચલણને કારણે SMS તથા ઇન્સ્ટન્ટ મેસેજીંગના બીજા વિકલ્પો ઉપસ્થિત થયાં છે. વધારે ને વધારે કંપનીઓ પોતાના કસ્ટમરો સાથેના માર્કેંટિંગ કોમ્યુનિકેશનમાં આ સાધનોનો ઉપયોગ કરવા લાગી છે.
- SMS તથા ડાયરેક્ટ કે ઇન્સ્ટન્ટ મેસેજીંગ એક પાવરફૂલ અસ્ત્ર છે, કારણ કે એમના દ્વારા આપણો મેસેજ સીધો કસ્ટમર સુધી પહોંચે છે. કસ્ટમરે એને જોવો જ પડે છે, તે એની અવગણના કરી નથી શકતો. આને કારણે એને મહત્તમ અસરકારકતા મળે છે. માર્કેંટિંગ માટે એના જેવું બીજું કોઇ આટલું અસરકારક માધ્યમ નથી.
- અગર તમે માર્કેંટિંગ માટે SMS મોકલતા હો, તો તમારા મેસેજને ટૂંકો જ રાખો અને એક મેસેજ માટે જેટલા અક્ષરોની લીમીટ છે, એની અંદર જ તમારો મેસેજ પૂરો કરો. જો તમે મેસેજને એ લીમીટથી વધારે લાંબો કરશો, તો ઘણાં ફોન પર એ બે-ત્રણ ટૂકડામાં વિભાજીત થઇને પહોંચશે. ઘણીવાર આવા વિભાજીત મેસેજીસ આડાઅવળા ક્રમમાં પહોંચે છે, જે વાંચવું ખૂબ મુશ્કેલ છે. આને કારણે મેસેજ મોકલવાની અસરકારકતા ઓ થઇ જાય છે.
- જો આપણે SMS દ્વારા કોઇ વેબ પેજની લીંક મોકલતા હોઇએ, તો એની ટૂંકી કરેલી લીંક મોકલવી.
- SMSના સ્પેમીંગ (વણનોતર્યા SMS)ના ઉપદ્રવને કાબૂમાં લાવવા સરકારી એજન્સીઓ મોટી સંખ્યામાં SMS મોકલવા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. આને કારણે જે નંબરો ડુ-નોટ-ડિસ્ટર્બમાં નોંધાયા છે, તેમને બલ્ક SMS મોકલી શકાતા નથી.
- અમુક એવી SMS સેવાઓ ઉપલબ્ધ છે, જે SMS રિસીવ કરનારે સંમતિ આપી હોય, એવા મોબાઇલ નંબરોના લિસ્ટ પર બલ્ક SMS મોકલી આપે છે. આવા નંબરો ડુ-નોટ-ડિસ્ટર્બમાં નોંધાયા હોવા છતાં, તેમને બલ્ક SMS મોકલી શકાય છે.
- આવી સર્વિસમાં રિસીવ કરનાર પાસે એવો વિકલ્પ હોવો જોઇએ કે જેનાથી એ લિસ્ટમાંથી બહાર નીકળી શકે અને પોતાને SMS આવતા બંધ કરાવી શકે. આપણને આવી કોઇ પણ વિનંતી મળતાં જ તરત એ નંબર આપણે SMSના લિસ્ટમાંથી કાઢી નાખવો જોઇએ.
- બલ્ક SMSને લગતા નિયમોમાં અવારનવાર ફેરફારો થયા કરે છે. અત્યારના નિયમો જાણીને આગળ વધવું.
- જ્યારે પણ આપણે માર્કેંટિંગ SMS મોકલીએ, તો એ દરેકમાં એક ફોન નંબર, ઇ-મેલ કે વેબ-પેજનું એડ્રેસ એ ત્રણમાંથી કંઇક તો સામેલ કરવું જ કે જેથી SMS રિસીવ કરનાર ચાહે તો આપણને સંપર્ક કરી શકે. જો આપણે કોઇ વેબસાઇટની લીંક મોકલી હોય, તો એ લીંક એક્ટીવ છે, બરાબર ચાલે છે એ ચેક કરી લો.
- ઘણી વાર બલ્ક SMS કંપનીઓ આપણા વતીથી SMS મેસેજીસ મોકલે છે. એવામાં SMS મોકલનારનો નંબર આપોઆપ આવતો નથી. આવા કિસ્સામાં આપણે મેસેજની મેટરમાં આપણો નંબર કે બીજી કોઇ કોન્ટેક્ટ ડીટેલ રાખવી ખાસ સલાહભરી છે.
- SMSને બદલે જો આવા મેસેજ ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ મેસેજીંગ કરવાના કોઇ મોબાઇલ App દ્વારા મોકલવામાં આવે. તો એમાં લંબાઇ કે અક્ષરોની મોટેભાગે કોઇ લીમીટ હોતી નથી. ઉપરાંત, આવા ડાયરેક્ટ મેસેજમાં તો ઓડિયો-વિડિયો પણ સામેલ કરી શકાય છે.
- SMS કે કોઇ પણ મેસેજીંગ App દ્વારા આપણે મેસેજ મોકલીએ એ ઠીક છે, પણ એનો અતિરેક ન કરવો જોઇએ. રિસીવ કરનારને થોડા સમયમાં જો ઘણા મેસેજીસ વારંવાર મળશે, તો એ ખીજાશે અને આપણા માર્કેંટિંગ પ્રયાસોની સારી અસર થવાને બદલે એની અવળી, નકારાત્મક અસર થશે.
- આપણે એક સાથે એકસરખા મેસેજીસ ઘણા નંબરોને વારંવાર મોકલીએ, તો ઘણાં App પણ આપણને બ્લોક કે બ્લેકલિસ્ટ કરી શકે છે. આનાથી આપણને ભવિષ્યમાં મેસેજ મોકલવાની પરમિશન મળતી નથી. આપણે આ શક્યતાનું પણ ધ્યાન રાખવું જોઇએ.
- ઉપરાંત, વધારે પડતા ફોટા, ઇમેજીસ, ઓડિયો-વિડિયો વગેરે મોકલવાથી રિસીવ કરનારના ફોનનો ડેટા વપરાય છે અને એની સ્ટોરેજ મેમરી જામ થઇ જાય છે. એટલે આવો અતિરેક કરીને રિસીવ કરનાર કસ્ટમરને પરેશાની થાય એવું કરવું નહીં. જીવનની બીજી બાબતોની જેમ આ પણ પ્રમાણસર જ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ટેલિમાર્કેંટિંગ
પૂર્વ લેખ:
ઇ-મેલ માર્કેંટિંગ અભિયાન