આપણી પ્રોડક્ટ કે સર્વિસના સંભવિત કસ્ટમરોને એ ખરીદવા માટે આકર્ષિત અને પ્રોત્સાહિત કરવા માટે ટૂંકા સમય માટે અપાતું પ્રલોભન એટલે સેલ્સ પ્રમોશન. આ પ્રલોભનનું આકર્ષણ અમુક સમય માટે જ ઉપલબ્ધ હોવાથી કસ્ટમર પોતાના ખરીદવાનો નિર્ણય લેવામાં થોડી ઝડપ કરે અને કસ્ટમર જલદીથી એ વસ્તુ ખરીદવા પ્રેરાય એ સેલ્સ પ્રમોશનના દરેક નુસ્ખાનો આશય હોય છે. ઘણી વાર સેલ્સ પ્રમોશન દ્વારા કસ્ટમરને તેણે વિચારેલ હોય તેનાથી વધુ માત્રામાં એક સાથે ચીજો ખરીદવા માટે લાલચ પણ મળતી હોય છે. સમયાંતરે, એકધારા પ્રવાહથી ચાલી રહેલા કંપનીના સેલ્સના ગ્રાફમાં ઝડપથી વધારો થાય, એ માટે થોડોક ધક્કો મારવાનું કામ સેલ્સ પ્રમોશન કરે છે. ટૂંકા સમયના નુસ્ખા દ્વારા સેલ્સમાં સુધારો અને વધારો કરવા માટે આ એક અસરકારક અસ્ત્ર છે. સેલ્સ પ્રમોશનને માર્કેંટિંગનો એક પ્રકાર પણ કહેવાય છે, કારણ કે એના દ્વારા કસ્ટમરને ફાયદો થાય એવી ઓ દ્વારા પ્રોડક્ટ કે સર્વિસને કસ્ટમર તરફ ધક્કો મારીને, પુશ કરીને પહોંચાડવાની, એને ખરીદવા માટે લલચાવવાની કોશિશ થાય છે. ડિસ્કાઉન્ટ, સ્કીમો, ફ્રી સેમ્પલ, એક પ્રોડક્ટ ખરીદવા પર એક અથવા વધારે એ જ પ્રોડક્ટ કે બીજું કંઇક મફતમાં આપવું, અલગ અલગ પ્રકારની હરીફાઇઓ વગેરે સેલ્સ પ્રમોશનના ઉદાહરણો છે.
(નોંધ: માર્કેંટિંગની ભાષામાં પ્રમોશન અને સેલ્સ પ્રમોશન વિશે ઘણીવાર મૂંઝવણ થાય છે. પ્રમોશન એક વિશાળ શબ્દ છે. પ્રમોશન માર્કેંટિંગ મીક્ષ (૪-P)નો એક ભાગ છે. પ્રમોશન એટલે આપણા માર્કેંટિંગનો સંદેશ કસ્ટમર સુધી પહોંચાડવાના, પ્રચારના બધા જ વિકલ્પો (દા. ત. જાહેરખબરો, ટેલિમાર્કેંટિંગ, ઇ-મેલ માર્કેંટિંગ, SMS માર્કેંટિંગ, ઇવેન્ટ્સ, એક્ઝીબીશન, સેલ્સ પ્રમોશન વગેરે). ટૂંકમાં થોડા સમય માટે સેલ્સને ધક્કો મારવા માટે અપનાવાતો નુસ્ખો એટલે કે સેલ્સ પ્રમોશન એ માર્કેંટિંગ મીક્ષના પાયાના ૪-Pમાંના પ્રમોશનનો એક ભાગ છે.)
સેલ્સ પ્રમોશનના પ્રકારો
- જો સેલ્સ પ્રમોશનની ઓ છેવટના કન્ઝ્યુમર માટે હોય, એટલે કે એ ઓનો ફાયદો પ્રોડકટ ખરીદીને વાપરનાર છેવટના ગ્રાહકને થવાનો હોય, તો એને પ્રમોશનૄ કહેવાય છે.
- જો સેલ્સ પ્રમોશનની ઓ આપણા સેલ્સ સ્ટાફ માટે હોય, એટલે કે આપણી સેલ્સ ટીમને એ ઓનો ફાયદો મળવાનો હોય, તો એને ફોર્સ પ્રમોશન કહેવાય છે.
- એ જ રીતે, જો આપણે આપણા ડિસ્ટ્રિબ્યૂટરો, ડીલરો કે રીટેલરોને સેલ્સ વધારવાનું પ્રોત્સાહન આપવા માટે એે ઓ હોય, તો એને પ્રમોશન કહેવાય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સેલ્સ પ્રમોશનના ફાયદાઓ
પૂર્વ લેખ:
ટેલિમાર્કેંટિંગ