અમુક પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસ કે જેમાં કસ્ટમર સાથે લાંબા સમયના ઊંડાણભર્યા અને ઘનિષ્ઠ સંબંધો બાંધવા અર્થપૂર્ણ હોય, એવા કિસ્સાઓં વર્તમાન અને ભાવિ કસ્ટમરો સાથે સંપર્ક-સંવાદ સાધવા માટે એમને સ્પેશીયલ ઇવેન્ટ્સ-કાર્યક્રમો યોજીને એમાં આમંત્રિત કરવામાં આવે છે. ઊંચા મૂલ્યની, અમુક ખાસ વર્ગ માટેની કે લક્ઝરી પ્રોડક્ટસ માટે પણ ઇવેન્ટ્સ એક અસરકારક માર્કેંટિંગ માધ્યમ છે. ઘણી વાર, નવી બ્રાન્ડના લોંચીંગ વખતે, બ્રાન્ડ સાથે કસ્ટમરોનો સંપર્ક અને એ દ્વારા આત્મીયતા વધારવા માટે તથા બ્રાન્ડ અંગે કસ્ટમરોમાં ઉત્તેજના અને રસ જાગ્રત કરવા માટે પણ ઇવેન્ટ્સનો ઉપયોગ થાય છે. ઇવેન્ટ્સ દ્વારા આપણા કસ્ટમરો સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવો શક્ય બને છે. એના દ્વારા કસ્ટમર અને બ્રાન્ડ વચ્ચેનું બંધન વધારે મજબૂત બને છે. ઇવેન્ટ્સ એક ખર્ચાળ માધ્યમ છે, પરંતુ જો એ ધ્યાનપૂર્વક યોજવામાં આવે, તો બ્રાન્ડ માટે એક ખૂબ અસરકારક પ્રમોશનલ માધ્યમ બની શકે છે. અહીં અમુક ઉદાહરણો પ્રસ્તુત છે:
- અમુક કંપનીઓ પોતાની નવી બ્રાન્ડનું લોંચીંગ કોઇક હોટેલ કે બેન્ક્વેટ હોલમાં કસ્ટમરો, ડીલરો, ડિસ્ટ્રિબ્યૂટર્સ વગેરેને આમંત્રિત કરીને કરે છે.
- કોઇક ટ્રેડ-શો કે એક્ઝીબીશન ચાલી રહ્યું હોય, ત્યારે એની અંદર સ્પેશીયલ ઇવેન્ટ દ્વારા નવી પ્રોડક્ટ કે મોડેલનું લોંચીંગ કરવામાં આવે છે. દા. ત. ઓેમોબાઇલ કંપનીઓ મોટા ભાગે પોતાની કારોના નવા મોડેલ્સની રજૂઆત એમની ઇન્ડસ્ટ્રીના ઓે-શોમાં કરતી હોય છે.
- આગામી સમયમાં રિલીઝ થનાર ફિલ્મો કે ટી.વી. શો વિશે જાગ્રતિ અને ઉત્કંઠા જાગ્રત કરવા માટે કસ્ટમરો સાથે સંપર્કના આશયથી એમાંના કલાકારોની હાજરીમાં શોપીંગ માલ જેવી અમુક જાહેર જગ્યાઓ ખાસ એક્ટીવીટીઝ કરવામાં આવે છે.
- કોઇ કંપનીનો પબ્લિક ઇસ્યૂ શેર બજારમાં આવવાનો હોય, ત્યારે તેઓ અલગ અલગ શહેરોમાં રોડ-શો યોજે છે, જેમાં ફાઇનાન્સ બ્રોકર્સ, એજન્ટ્સ તથા ઇસ્યૂને સફળ બનાવવામાં મદદરૂપ થઇ શકે એવા લોકોને આમંત્રિત કરીને ઇસ્યૂ વિશે તેમને માહિતગાર કરવામાં આવે છે.
- રીયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના નવા પ્રોજેક્ટના લોંચીંગ કે ભૂમિ પૂજન વખતે ખાસ ઇવેન્ટ્સ યોજીને સંભવિત ગ્રાહકોને આમંત્રિત કરે છે.
- અમુક પ્રોડક્ટ્સ (દા. ત. વેકેશન ટાઇમશેરીંગ સ્કીમ કે ક્લબ મેમ્બરશીપ) કે જેના વિશે વિગતવાર માહિતી આપીને સમજાવવું જરૂરી હોય, એવા કિસ્સાઓં સંભવિત કસ્ટમરોને ખાસ આમંત્રણ આપીને ડેમોન્સ્ટ્રેશન કે પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવે છે.
- અમુક બ્રાન્ડ રજૂ થવાની હોય, ત્યારે થીયેટરો, માલ્સ જેવી જાહેર જગ્યાઓ નાની-મોટી સ્પર્ધાઓ ડાન્સ-મ્યુઝિક જેવી ઇવેન્ટ્સ દ્વારા કસ્ટમરોને ફ્રી સેમ્પલ કે ગિફ્ટ્સ આપીને પ્રચાર કરવામાં આવે છે.
- અમુક કંપનીઓ કોઇ ખાસ ઉત્સવોના દિવસોએ કે નવા વર્ષની રાત કે એવા બીજા કોઇ ખાસ દિવસોએ કસ્ટમરો સાથે સંપર્ક વધારવા માટે સ્પેશીયલ ઉજવણીના કાર્યક્રમો યોજે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેંટિંગ ઇવેન્ટ્સ યોજવા માટે માર્ગદર્શન
પૂર્વ લેખ:
નવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ