સેલ્સ અને માર્કેંટિંગ પ્રચારની પ્રવૃત્તિમાં મદદરૂપ થાય એવી વિવિધ પ્રકારની પ્રચાર સાહિત્ય-સામગ્રી માર્કેંટિંગનો એક મહત્ત્વનો ભાગ છે. આપણા કસ્ટમરો અને બહારના વિશ્ર્વને આપણી પ્રોડક્ટ અને સર્વિસીસ વિશે સાચી અને યોગ્ય માહિતી મળે એ જરૂરી છે. આ માહિતી અનેકવિધ માધ્યમો દ્વારા પ્રસારિત થઇ શકે. અલગ અલગ રીતે આ માહિતી આપવા માટે આપણી પાસે અલગ અલગ પ્રકારની, વિવિધ માધ્યમોની સામગ્રી હોઇ શકે.
આ માર્કેંટિંગ સામગ્રી નિમ્નલિખિત પ્રકારમાં હોઇ શકે:
- બ્રોશર અથવા તો પ્રોડક્ટ અંગેની બીજી કોઇ છાપેલી માહિતી
- સેલ્સની રજૂઆત-પ્રેઝન્ટેશન કરવામાં સહાયભૂત થાય એવી વીઝ્યુઅલ એઇડ્સ
- કેટેલોગ
- લીફલેટ
- ડેન્ગ્લર
- પ્રેઝન્ટેશનની ફાઇલો
- ફિલ્મ કે વિડિયો ક્લીપ
- વેબ સાઇટ
- પ્રોડક્ટની ડેટા-શીટ અને સરખામણી માટેના કમ્પેરીઝન-ચાર્ટ
- સેલ્સ રજૂઆત કરતી વખતે શું બોલવું એની સેલ્સ સ્ક્રીપ્ટ
- ડેમો આપતી વખતે શું બોલવું એની ડેમોન્સ્ટ્રેશન સ્ક્રીપ્ટ
- એક મિનિટની અંદર આપણી પ્રોડક્ટ કે કંપની વિશે ફટાફટ માહિતી આપી શકે એવી એલીવેટર પીચ સ્ક્રીપ્ટ
- ટેલિમાર્કેટિંગની સ્ક્રીપ્ટ
- પ્રાઇસ લિસ્ટ
- બિઝનેસ કાર્ડ
- લેટર હેડ
- કસ્ટમરોના પ્રતિભાવો-ટેસ્ટીમોનિયલ્સ
- સેલ્સ માટે મોકલાતા ઇમેલની મેટર વગેરે વગેરે…
માર્કેંટિંગની સામગ્રીની વ્યવસ્થા માટે માર્ગદર્શક સૂચનો
- આપણી કંપનીમાં આપણે જે કોઇ વિવિધ પ્રકારની માર્કેંટિંગ સામગ્રી બનાવડાવી હોય, એ તૈયાર હોવી જોઇએ, કે જેથી જરૂર પડ્યે સંભવિત ગ્રાહકોને તરત જ આપી શકાય.
- આ બધી જ સામગ્રીનું ધ્યાન રાખવાની જવાબદારી કોઇકને સોંપવી જોઇએ.
- આ બધી સામગ્રી આપણને પહોંચાડતા સપ્લાયરો નિયત હોવા જોઇએ કે જેથી જરૂર પડ્યે ઓ સમયમાં પણ તેઓ આપણને એ ફટાફટ બનાવીને આપી શકે.
- વિવિધ પ્રકારની સામગ્રીમાં જે માહિતી અપાયેલી હોય, એ અપ-ટૂ-ડેટ રાખવી જોઇએ. પ્રોડક્ટ અંગેની માહિતી, સંપર્ક સૂત્રની માહિતી કે બીજી કોઇ પણ વીગતમાં ફેરફાર થાય, તો બધા જ પ્રકારની માર્કેંટિંગ સામગ્રીમાં એ છપાયેલ વીગતમાં ફેરફાર થઇ જવો જોઇએ.
- માહિતીના સ્પેલીંગ, લોગો તથા પ્રોડક્ટ વગેરેના કલર, આપણા સંપર્ક માટેની વીગત બધી જ સાચી, ભૂલો વગરની હોવી જોઇએ, એ ખાસ ચેક કરી લેવું.
- આમાંની જે સામગ્રીની સોફ્ટ કોપી ઇ-મેલ દ્વારા મોકલવી શક્ય હોય, એ બધી લેટેસ્ટ સોફ્ટ કોપી આપણી પાસે ક્યાંક તરત મળી શકે એવી રીતે રાખેલી હોવી જોઇએ. આનાથી ફટાફટ ઇ-મેલ તથા અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા એ મોકલવું શક્ય બની શકશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
માર્કેંટિંગ ઇવેન્ટ્સ યોજવા માટે માર્ગદર્શન