- આપણી ઇન્ડસ્ટ્રી સમક્ષ આપણી બ્રાન્ડની પાવરફૂલ રજૂઆત માટે ટ્રેડ-શો એક ખૂબ જ અસરકારક માધ્યમ છે. આવા પ્રદર્શનોમાં ભાગ લેવા અંગે આપણે પૂર્વયોજના કરીને એમાંથી આપણને મહત્તમ ફાયદો થાય એવી રીતે એનો અમલ કરવો જોઇએ.
- પ્રદર્શનો એક ખર્ચાળ માધ્યમ છે. ટ્રેડ શોમાં બૂથ સ્પેસ ઉપરાંત સ્ટોલની ડિઝાઇન, ડેકોરેશન અને બાંધકામ, પબ્લિસિટી, સામાનની હેરફેર, ટ્રાવેલીંગ એ બધામાં સારો એવો ખર્ચ થાય છે. આ કારણે ટ્રેડ શોમાં ભાગ લેવાનો નિર્ણય માર્કેંટિંગની સંપૂર્ણતાને ધ્યાનમાં રાખીને, સાથે સાથે બધાં હેતુઓ અને બજેટનો પણ વિચાર કરીને લેવો જોઇએ.
- પ્રદર્શનમાં ભાગ લેવા પાછળનો આપણો ઉદ્દેશ શું છે, આપણે શું પ્રાપ્ત કરવા માગીએ છીએ, એ આપણને પહેલેથી સ્પષ્ટ હોવું જોઇએ. માટે આપણી જાતને આ પ્રશ્ર્ન પૂછી લેવો કે આપણે શા માટે શોમાં ભાગ લઇ રહ્યા છીએ? એક વાર આ ઉદ્દેશ સ્પષ્ટ થઇ જાય, તો પછી પ્લાનીંગમાં ખૂબ સરળતા થઇ જાય છે.
- આખા વર્ષ દરમિયાન આપણી ઇન્ડસ્ટ્રીને લગતા અનેક ટ્રેડ-શો, એક્ઝીબીશનો વિશ્ર્વભરમાં યોજાતા હશે. આપણે એ બધાંયમાં ભાગ લઇ શકીએ એ કદાચ પ્રેક્ટીકલ્લી શક્ય ન પણ હોય. આપણા માર્કેંટિંગના પ્રયત્નોની દિશા, શોમાં ભાગ લેવા પાછળનો હેતુ, એક્ઝીબીશન અને એના આયોજકની પ્રતિષ્ઠા અને શોમાં આવનાર મુલાકાતીઓે પ્રકાર – આ બધાંય પાસાંઓ ધ્યાનમાં રાખીને આપણે કયા કયા પ્રદર્શનોમાં ભાગ લઇશું એ નક્કી કરવું જોઇએ.
- કોઇ પણ શોમાં ભાગ લેવાનો નિર્ણય પૂરતા સમય અગાઉ લઇ લેવો હિતાવહ છે. એક વાર નક્કી થયા બાદ, એની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ કે જેથી યોજનાપૂર્વક એનું પરફેક્ટ અમલીકરણ થઇ શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રદર્શન અગાઉ કરવાની તૈયારી
પૂર્વ લેખ:
એક્ઝીબીશન અથવા ટ્રેડ-શો