- ડિજિટલ માર્કેંટિંગ થોડું ટેકનિકલ છે. માટે, એના સફળ અમલીકરણ માટે કોઇક નિષ્ણાતની મદદ લેવી પડે. જો આપણી કંપનીમાં એના એક્ષ્પર્ટ ન હોય, તો એવા લોકોને આપણી ટીમમાં રાખવા અથવા તો બહારથી કોન્ટ્રેક્ટ આપીને એમની મદદ લેવી.
- ડિજિટલ માર્કેંટિંગ અનેક માધ્યમોથી અને અનેક ચેનલો દ્વારા શક્ય છે. આપણા ટાર્ગેટ કસ્ટમર સુધી પહોંચતું હોય અને આપણી પ્રોડક્ટ કે સર્વિસને અનુરૂપ હોય એવો વિકલ્પ અપનાવવો. (દા.ત. ધારો કે આપણા ટાર્ગેટ કસ્ટમરો ટીનએજરો હોય, તો આપણે સોશિયલ મિડિયા, ફોટો શેરીંગ, ચેટીંગની સાઇટ્સ કે એપ્સ વગેરે વિકલ્પો દ્વારા માર્કેંટિંગ કરવું જોઇએ. એ જ રીતે, આપણે જો બિઝનેસમેનોનો ટાર્ગેટ કરતા હોઇએ, તો સર્ચ એન્જીન, વિડિયો શેરીંગ, બ્લોગ્સ વગેરે દ્વારા માર્કેંટિંગ કરવું અસરકારક રહેશે.)
- ડિજિટલ માર્કેંટિંગ કરવા પાછળનો આપણો હેતુ, આપણો વ્યૂહ, આપણો અભિગમ અને આપણું બજેટ – આ બધુંય પૂર્વયોજીત હોવું જરૂરી છે. આપણે ડિજિટલ માર્કેંટિંગ શા માટે કરીએ છીએ એ જો પહેલેથી જ સ્પષ્ટ રીતે નક્ક્ી કરેલું હોય, તો આપણું ડિજિટલ માર્કેંટિંગ વધારે અસરકારક થશે. ડિજિટલ માર્કેંટિંગ પાછળનો આપણો હેતુ આમાંથી કોઇ એક હોઇ શકે:
- આપણા નિયમિત કસ્ટમરો સાથે સંવાદ સાધવો અને એમની સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવા
- આપણા કસ્ટમરોને સંગઠિત કરીને એક ગ્રુપ બનાવવું
- માર્કેંટમાંના કસ્ટમરોમાં આપણી બ્રાન્ડની ઉપલબ્ધિ વિશે જાગ્રતિ ઊભી કરવી
- સેલ્સ વધારવું
- ડિજિટલ માર્કેંટિંગની દરેક ચેનલ માટેના અલગ પ્રકારના અભિગમની જરૂર હોઇ શકે. આ કારણે, એનો સંભાળપૂર્વક અમલ કરવાની જરૂર છે. દા.ત.:
- આપણે સર્ચ એન્જીન દ્વારા માર્કેંટિંગ કરવા માગતા હોઇએ, તો આપણા ટાર્ગેટ કસ્ટમરોમાં જે પ્રચલિત હોય, એ સર્ચ એન્જીનને પસંદ કરવું
- દરેક સોશિયલ મિડિયા સાઇટ પર અમુક પ્રકારની કન્ટેન્ટ મૂકવાનો રિવાજ હોય છે. કઇ સાઇટ પર શું અને કેવી રીતે મૂકવું એ એને અનુરૂપ હોય એ જોવું.
- આપણે આપણી વિડિયો ચેનલ પર શું મૂકીએ અને આપણા બ્લોગ પર શું લખીએ, એ બન્નેના અભિગમો અલગ હોઇ શકે.
- ડિજિટલ માર્કેંટિંગ આપણી કંપનીને ઘણો કન્ટ્રોલ આપે છે, પરંતુ એ સાથે આપણી કંપનીને સીધે-સીધું આપણા કસ્ટમરો અને સામાન્ય જનતા સમક્ષ પણ મૂકી દે છે. ડિજિટલ માર્કેંટિંગ દ્વારા કસ્ટમરો આપણને સીધો સંપર્ક કરી શકે છે, આપણી કંપની કે પ્રોડક્ટ વિશે પોતાની કોમેન્ટ દ્વારા જાહેર પ્રતિક્રિયા પણ આપી શકે છે, જે બધાં જોઇ શકે છે. આ કારણે કસ્ટમરો સાથેનાં સંબંધો અને દરેક સંવાદ ખૂબ જ સાવચેતીથી અને જવાબદારીપૂર્વક થવો જોઇએ, જેનાથી આગળ જતાં કોઇ અનિચ્છનીય આડઅસરો ન આવે.
- ઓનલાઇન (વેબ પર) જગતમાં આપણી કંપનીની અને બ્રાન્ડની પ્રતિષ્ઠાની સુરક્ષાની જાળવણી સંભાળપૂર્વક થવી જોઇએ. કોઇ એક કસ્ટમર સાથે જો અનિચ્છનીય ક્રિયા-પ્રતિક્રિયાની આપ-લે થાય, તો એ આપણી બ્રાન્ડ કે કંપનીની છબીને હાનિ પહોંચાડી શકે છે, કેમ કે આ બધુંય બધાંની સમક્ષ થાય છે, કોઇ પણ વ્યક્તિ એ વાંચી-જોઇ શકે છે. કસ્ટમરો સાથેના આવા ખરાબ પ્રસંગોનો ઉલ્લેખ ડિજિટલ વિશ્ર્વમાં લાંબા સમય સુધી પ્રગટ થતો રહે છે અને એમને દૂર કરવું ખૂબ મુશ્કેલ છે. આ કારણથી આપણી ઓ-લાઇન પ્રતિષ્ઠાની સંભાળપૂર્વકની જાળવણી ખૂબ જરૂરી છે.
- ડિજિટલ માર્કેંટિંગ ખૂબ ઝડપી છે. કસ્ટમરને રીસ્પોન્સ જલદીથી મળે એ જરૂરી છે. આપણી કંપનીએ પણ આ ઝડપ સાથે કદમ મિલાવીને એ જ ત્વરાથી પ્રતિક્રિયા આપતાં શિખવું પડશે.
- આપણી ડિજિટલ માર્કેંટિંગની ઘણી પ્રવૃત્તિઓ આપણી વેબ-સાઇટને કેન્દ્રમાં રાખીને થઇ શકે. ડિજિટલ માર્કેંટિંગમાં ધારી અસરકારતા અને સફળતા મેળવવા માટે આપણી વેબ-સાઇટ પર પણ યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે.
- ડિજિટલ માર્કેંટિંગ સતત બદલતું રહે છે અને એમાં દિવસો દિવસ ઘણો વિકાસ થઇ રહ્યો છે. આપણે આ પરિવર્તન સાથે સતત તાલ મિલાવતા રહેવું જરૂરી છે. આ માટે આપણે ડિજિટલ માર્કેંટિંગ માટે અમુક નિયત મેનપાવર અને બીજા જરૂરી સાધન-સામગ્રી ફાળવવાં જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
નવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ
પૂર્વ લેખ:
ડિજિટલ માર્કેંટિંગ-ઇન્ટ્રોડક્શન