- જે રીતે આજે માર્કેંટમાં જાહેરખબરોનો અતિરેક થયો છે, એ જ રીતે આજકાલ દરેક પ્રોડક્ટ માટે અવનવી સેલ્સ પ્રમોશન સ્કીમોનો પણ રાફડો ફાટ્યો છે. આવા અતિરેકને કારણે સેલ્સ પ્રમોશનની પ્રવૃત્તિની અસરકારકતા કુદરતી રીતે ઘટી જાય છે. આપણે સેલ્સ પ્રમોશનની કોઇક એવી સ્કીમ ડિઝાઇન કરવી જોઇએ કે જે આકર્ષક હોય, અર્થપૂર્ણ હોય અને એનો લાભ મેળવનાર તથા આપણી કંપની બંનેને ફાયદાકારક પણ હોય.
- સેલ્સ પ્રમોશનની શરૂઆત અને અંતની તારિખો નિયત હોવી જોઇએ. અમુક કંપનીઓં કાયમી સેલ્સ પ્રમોશનો ચાલે છે. આવા કાયમી સેલ્સ પ્રમોશનો અમુક સમય બાદ અર્થહીન થઇ જાય છે, કારણ કે એનો લાભ મેળવનારના મનમાં એ ફાયદો સામાન્ય થઇ જાય છે અને એમાં એને હવે કોઇ નવિનતા લાગતી નથી.
- સેલ્સ પ્રમોશન ખર્ચાળ હોય છે. એટલે કોઇ પણ સેલ્સ પ્રમોશન શરૂ કરતાં પહેલાં, આપણી પાસે ઉપલબ્ધ તમામ વિકલ્પો અને એની અસરો વિશે ધ્યાનપૂર્વક વિચાર કરી લેવો હિતાવહ છે, જેથી આગળ જતાં કોઇ આંચકો ન લાગે.
- સેલ્સ પ્રમોશનને માર્કેંટિંગની બીજી કોઇ પ્રવૃત્તિ સાથે જોડવું જરૂરી છે. દા.ત. કન્ઝ્યુમર પ્રમોશનની સાથે સાથે જાહેરખબરો, કોઇ ઇવેન્ટ, એક્ઝીબીશન કે ડાયરેક્ટ માર્કેંટિંગ (ઇ-મેલ, ટેલિમાર્કેંટિંગ વગેરે) એમાંથી કંઇક શરૂ કરવામાં આવે, એ જરૂરી છે. એના વગર કસ્ટમરોને આપણી સ્કીમ વિશે ખબર નહીં પડે. એ જ રીતે, ચેનલ પાર્ટનરો માટેની ટ્રેડ પ્રમોશનની સ્કીમ સાથે સાથે કંપની તરફથી સેલ્સ ટીમ દ્વારા ડીલર-ડિસ્ટ્રિબ્યૂટર વિઝિટ કે પર્સનલ સેલીંગના પ્રયાસો પણ કરવામાં આવે, તો સોનામાં સુગંધ ભળે.
- અર્થ વગરના સેલ્સ પ્રમોશનની સ્કીમો શરૂ ન કરવી જોઇએ. દા. ત. ખરીદો અને ચાર ફ્રી મેળવો આવી સ્કીમો હંબગ હોય છે, ખાલી ધતિંગ માત્ર હોય છે, એવું કસ્ટમરોને પણ સમજાય છે, એટલે તેઓ પણ એનો વિશ્ર્વાસ નથી કરતા. આવી અર્થ વગરની સ્કીમો આપતી બ્રાન્ડને અને કંપનીને કસ્ટમરો શંકાની નજરે જૂએ છે. આવા ધતિંગ આપણે ટાળવા જોઇએ.
- કોઇ પણ ચીજ ફ્રી આપવાની સ્કીમ ખરેખર સાચા અર્થમાં એ વસ્તુ ફ્રી જ આપતી હોવી જોઇએ અને એમાં કસ્ટમનરને છેતરપીંડી કરવા માટેની કોઇ શબ્દજાળ કે કોઇ ચાલબાજી ન હોવી જોઇએ. અમુક કંપનીઓ કસ્ટમરોને ફ્રી હોલીડેની ઓ આપે છે, પરંતુ સાથે અમુક શરતો પણ રાખે છે. આ શરતો એવી વિચિત્ર અને છેતરામણી હોય છે, કે એ ફ્રી હોલીડેનો લાભ લેનાર કસ્ટમરે અતંમાં વાજબી કરતાં વધારે રકમ એ હોલીડે માટે ચૂકવવી પડે છે. આવું એટલે બને છે કે તેમણે નિયત કરેલી હોટલોમાં અમુક નક્કી કરેલા દરે જ ફરજિયાત જમવાનું લેવું પડે છે, અથવા તો ત્યાં કોઇ સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. આ બધું ચૂકવ્યા બાદ કસ્ટમરને ખબર પડે છે, કે આમાં ફ્રી તો કંઇ હતું જ નહીં. એ પોતે જો માર્કેંટ રેટ પર એ હોટલ બૂક કરે, તો પણ અંતમાં તો એને ઓ જ પૈસા લાગત. એક વાર આવી છેતરપીંડીનો ભોગ બનનાર કસ્ટમર ભવિષ્યમાં આપણી કંપનીનો વિશ્ર્વાસ નહીં કરે અને અનેક બીજાંઓ પણ આપણી સામે ચેતવશે. આવા નુસ્ખાંઓ આપણી બ્રાન્ડ વિશે ખૂબ નકારાત્મક પ્રચારનું કારણ બને છે, ખૂબ નુકસાન પહોંચાડે છે. સેલ્સ પ્રમોશનના નામે ચાલતી આવી છેતરપીંડી આપણે ન જ કરવી જોઇએ. માત્ર સાચું, પ્રામાણિક અને અસલી સેલ્સ પ્રમોશન જ આપણી બ્રાન્ડ અને આપણી કંપનીને મદદ કરે છે.
- કોઇ પણ પ્રોડક્ટ કે બ્રાન્ડના શરૂઆતના દિવસોમાં એના પ્રારંભિક સેલ્સની સાથે સાથે કસ્ટમરોને પ્રત્યક્ષપણે એ બ્રાન્ડ દેખાય એ વધારે મહત્ત્વું હોય છે. આ માટે, આ તબક્કે ટ્રેડ પ્રમોશનનો વધારે ઉપયોગ કરવો જોઇએ. યાદ રાખો, કસ્ટમર જે રીટેલર પાસે ખરીદી કરવા માટે આવે છે, એની પાસે કસ્ટમરને સમજાવવા માટે ઘણો પાવર હોય છે. માર્કેંટમાં આપણે ભલે નવા પ્રવેશ્યા હોઇએ, પરંતુ જો આપણે એ રીટેલરનું દિલ જીતી લઇએ, તો આપણું કામ આસાન થઇ જાય છે. અમુક બ્રાન્ડ ટ્રેડ પ્રમોશનનો એટલી અસરકારકતાથી ઉપયોગ કરે છે, કે એમ કહી શકાય કે જાણે તેમણે આ રીટેલરોને પોતાની કંપનીની સેલ્સ ટીમનો જ એક ભાગ બનાવી દીધા હોય એવું લાગે. રીટેલરો ખૂબ ભાર પૂર્વક એ પ્રોડક્ટ-બ્રાન્ડને વેચવામાં પોતાનું જોર લગાડે છે અને એને કારણે બીજી બ્રાન્ડને માટે માર્કેંટમાં પ્રવેશવું મુશ્કેલ બની જાય છે.
- આપણા સેલ્સ પ્રમોશન પ્રોગ્રામની રચના એવી હોવી જોઇએ કે જેથી કસ્ટમરને વધારે ખરીદવાનું અને આપણી બ્રાન્ડ કે કંપની પ્રત્યે વફાદાર રહેવાનું પ્રોત્સાહન મળે અને એને એવું કરવાનો ફાયદો પણ મળે.
- સેલ્સ પ્રમોશન દ્વારા આપણને નવા કસ્ટમરો મળે અને તેમની સાથે લાંબા સમયનો સંબંધ બંધાય એ ધ્યાનમાં રાખવું જોઇએ. માત્ર એક વાર વેચાણ વધારવા માટે સેલ્સ પ્રમોશન કરવું હિતાવહ નથી. એક વારની સેલ્સ વૃદ્ધિની સાથે સાથે ભવિષ્યમાં પણ એનો ફાયદો મળતો રહે, એવી ગોઠવણ કરવી જોઇએ.
- આપણે સેલ્સ પ્રમોશન દ્વારા કસ્ટમરને જે કંઇ ફાયદો કરી આપતા હોઇએ, એનાથી એને માત્ર આર્થિક લાભ થવા ઉપરાંત, પોતે ખર્ચેલા પૈસાનું વધારે વળતર મું છે, એ મૂલ્યવૃદ્ધિ ચોક્કસપણે મહેસુસ થવી જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક્ઝીબીશન અથવા ટ્રેડ-શો
પૂર્વ લેખ:
સેલ્સ પ્રમોશનના ફાયદાઓ