ટ્રેડ-શો કે એક્ઝીબીશન સેલ્સ અને માર્કેંટિંગનું એક અસરકારક અસ્ત્ર છે, જે કંપનીની પ્રોડક્ટ કે બ્રાન્ડ્સના પ્રચાર માટે ખૂબ ઉપયોગી થઇ શકે છે. આપણા અનેક કસ્ટમરોને રૂબરૂ મળીને, એમને આપણી પ્રોડક્ટ બતાવીને એમની સાથે સીધો સંવાદ સાધવા માટે આ એક અસરકારક માધ્યમ છે. એક્ઝીબીશનમાં આપણી પ્રોડક્ટ કે સર્વિસની કસ્ટમરોની સામે રજૂઆત કરવા ઉપરાંત આપણને આપણા કસ્ટમરો વિશે તેમજ તેમની જરૂરિયાતો વિશે વધારે માહિતી પણ મળી શકે છે. એક્ઝીબીશન કે ટ્રેડ-શો દ્વારા આપણે માર્કેંટનું રીસર્ચ પણ કરી શકીએ છીએ. સામાન્ય રીતે કોઇ પણ ઇન્ડસ્ટ્રીની બધી જ નોંધપાત્ર કંપનીઓ તેમની ઇન્ડસ્ટ્રીના મુખ્ય એક્ઝીબીશનોમાં ભાગ લેતી હોય છે. પોતાની નવી પ્રોડક્ટ્સ રજૂ કરવા માટે, ભવિષ્યમાં આવનારી પ્રોડક્ટ્સની જાહેરાત કરવા માટે, પોતાની બ્રાન્ડ્સને મજબૂત કરવા માટે તથા પોતાની કાબેલિયત અને શક્તિઓ પ્રદર્શિત કરવા માટે આવા એક્ઝીબીશનનો ઉપયોગ થાય છે. એક્ઝીબીશનોમાં ભાગ લેવાથી કંપનીઓ અમુક મહત્ત્વના ફાયદાઓ થાય છે. અહીં એમાંના અમુક પ્રસ્તુત છે:
- કંપનીની બ્રાન્ડને બહોળી પ્રખ્યાતી અને વિશાળ ફલકમાં રજૂઆત કરવાની તક મળે છે.
- કંપનીના હરીફો કોણ કોણ છે અને એમની શું ખૂબીઓ કે ખામીઓ છે, એની જાણ થાય છે.
- આપણી ઇન્ડસ્ટ્રીમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે, શું વર્તારો છે, એની ખબર પડે છે.
- કસ્ટમરો સાથે સીધો સંપર્ક શક્ય હોવાથી, માર્કેંટ રીસર્ચ કરવું પણ શક્ય બને છે.
- આપણા વર્તમાન કસ્ટમરો સાથેના સંબંધો વધારે ઘનિષ્ઠ બનાવવાની તક મળે છે.
- નવા સંભવિત કસ્ટમરો સાથે સંપર્ક થાય છે, જેનાથી આપણો કસ્ટમર ડેટાબેઝ વધે છે.
- વર્તમાન કસ્ટમરો અને સંભવિત કસ્ટમરો પાસેથી સીધું ફીડબેક મળી શકે છે.
- આપણી ઇન્ડસ્ટ્રીના બીજા લોકો સાથે નેટવર્કીંગની, સંબંધ બાંધવાની તક મળે છે.
- નવા સપ્લાયરો અંગે માહિતી મળે છે અને આપણી પાસે નવા વિકલ્પો રજૂ થાય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
અસરકારક સેલ્સ પ્રમોશન માટે સૂચનો