આપણા જીવનના દરેક પાસાંની જેમ ઇન્ટરનેટ અને મોબાઇલ ટેકનોલોજીએ માર્કેંટિંગમાં પણ ક્રાંતિકારી પરિવર્તનો સર્જ્યાં છે. ડિજિટલ માર્કેંટિંગ ખૂબ ઝડપથી પ્રચલિત થઇ રહ્યું છે. ધીરે ધીરે અત્યાર સુધીના પરંપરાગત મિડિયા (છાપાં, ટી.વી., રેડિયો વગેરે) અને નવા મિડિયા વિકલ્પો વચ્ચેની ભેદરેખા ભૂંસાતી જાય છે. ડિજિટલ માર્કેંટિંગના આગમનથી માર્કેંટિંગ પ્રચારમાં અપ્રતીમ જુવાળ આવ્યો છે અને રોજ કંઇક નવા નવા પ્રકારના વિકલ્પોનું આવવું એક સામાન્ય વાત બની ગઇ છે. દરરોજ નવા વિકલ્પો, નવા વિચારો, નવી શોધખોળો, નવો અભિગમ, નવા ઉપાયોનો અમલ થતો જોવા મળે છે. આને કારણે માર્કેંટિંગની વર્તમાન પરિસ્થિતિમાં અનેક ભારેખમ પરિવર્તનો અચાનક જ થતાં જોવા મળે છે.
ડિજિટલ માર્કેંટિંગના પાયામાં ઇન્ટરનેટ અને મોબાઇલ ટેકનોલોજીઓ છે. માર્કેંટિંગની એ તમામ ચેનલો કે જે આ ટેકનોલોજીઝનો ઉપયોગ કરે છે, એ ડિજિટલ માર્કેંટિંગનો હિસ્સો છે. ડિજિટલ માર્કેંટિંગની અમુક ચેનલો:
- ઇન્ટરનેટ સર્ચ એન્જીન માર્કેંટિંગ (ઇન્ટરનેટ પર કોઇ સર્ચ કરતું હોય ત્યારે આપણી જાહેરાત ત્યાં પ્રદર્શિત કરવી)
- સર્ચ એન્જીન ઓપ્ટીમાઇઝેશન (સર્ચ એન્જીન આપણી વેબ-સાઇટનું નામ આગળના લિસ્ટમાં દેખાડે એવી ટેકનિક્સ)
- ઇ-કોમર્સ
- વેબ પર ડીસ્પ્લે જાહેરાતો (કોઇ ઇન્ટરનેટ પર સર્ફીંગ કરતું હોય, ત્યારે આપણી જાહેરાત એની સમક્ષ આવે એવી ટેકનિક્સ)
- સોશિયલ મિડિયા માર્કેંટિંગ (ફેસબૂક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, યૂ ટ્યૂબ, પીન્ટરેસ્ટ, સ્નેપચેટ તથા એવી અનેક સાઇટ્સ)
- ઇ-મેલ માર્કેંટિંગ
- મોબાઇલ માર્કેંટિંગ
- મોબાઇલ એપ પર આધારિત માર્કેંટિંગ (કોઇ એપ વાપરતી વખતે વાપરનારને દેખાતી જાહેરાતો)
- કોમ્પ્યુટર-મોબાઇલ-ઓનલાઇન ગેમ્સ પર આધારિત માર્કેંટિંગ
- કન્ટેન્ટ માર્કેંટિંગ (બ્લોગ, વિડિયો, ઓયો, ઇમેજીસ વગેરે દ્વારા કરાતું માર્કેંટિંગ)
- SMS માર્કેંટિંગ
- ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ દ્વારા માર્કેંટિંગ (વોટ્સએપ, હાઇક, ટેલિગ્રામ, લાઇન વગેરે)
આ લિસ્ટ વિસ્તરી રહ્યું છે. આજના સમયમાં જો આપણે માર્કેંટિંગમાં પાછળ ન રહી જવું હોય, તો આપણા માર્કેંટિંગ પ્લાનમાં ડિજિટલ માર્કેંટિંગને સામેલ કરવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી. ડિજિટલ માર્કેંટિંગના અમુક ચોક્ખા ફાયદાઓ છે. દા.ત.:
- ડિજિટલ માર્કેંટિંગમાં ધારદાર ફોકસ શક્ય છે. સામેની દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને એને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરી શકાય છે.
- એની અસરકારકતા માપી શકાય છે.
- ડિજિટલ માર્કેંટિંગ ખૂબ જ ફ્લેક્ષીબલ છે, આપણી જરૂર મુજબ એમાં ફેરફાર કરવા શક્ય છે.
- એ ખૂબ જ વાજબી છે. પરંપરાગત મિડિયાની સરખામણીમાં ઓ ખર્ચે અસરકારક માર્કેંટિંગ શક્ય છે.
- માર્કેટિંગના ખર્ચ સામે આપણને શું ફાયદો થયો, એ આપણે તરત જ નક્કી કરી શકીએ છીએ.
- ડિજિટલ માર્કેંટિંગ દ્વારા આપણે ચોક્કસ કસ્ટમરોને ટાર્ગેટ કરી શકીએ છીએ.
- એ ખૂબ જ ઝડપી છે.
- ડિજિટલ માર્કેંટિંગ દ્વારા આપણે વિશ્ર્વ સ્તરે માર્કેંટિંગ કરી શકીએ છીએ.
- માર્કેટિંગની પ્રવૃત્તિ પર આપણો સંપૂર્ણ કાબૂ શક્ય છે. આપણે આપણી મરજી મુજબ આપણી માર્કેંટિંગ પ્રવૃત્તિઓ વેગ અને આકાર આપી શકીએ છીએ.
- ડિજિટલ માર્કેંટિંગ દ્વારા કસ્ટમર સાથે સીધો સંપર્ક અને સંવાદ સાધવું શક્ય બને છે.
- ડિજિટલ માર્કેંટિંગ દ્વારા વ્યક્તિગત ધ્યાન આપીને કસ્ટમર સાથે મજબૂત, ઘનિષ્ઠ સંબંધો બાંધવાનું શક્ય બને છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ડિજિટલ માર્કેંટિંગ માટે ટીપ્સ
પૂર્વ લેખ:
પ્રદર્શન પૂરું થયા બાદ કરવાની પ્રવૃત્તિઓ