દરેક પ્રકારના સેલ્સ પ્રમોશનથી કંપનીને કંઇક ને કંઇક લાભ તો થતો જ હોય છે. દરેક પ્રકાર માટે જોઇએ:
કન્ઝ્યુમર પ્રમોશનના ફાયદાઓ
- આવા સેલ્સ પ્રમોશનથી સેલ્સમાં ઝડપથી વધારો થાય છે.
- આપણી ઓછી ચાલતી પ્રોડક્ટ માટે સેલ્સ પ્રમોશનની કોઇ સ્કીમ જાહેર કરવાથી મોટે ભાગે એ વેચાતી થાય છે અને એનાથી નવી વસ્તુઓે સ્ટોક રાખવા માટેની જગ્યા પણ થાય છે.
- આ પ્રકારના સેલ્સ પ્રમોશનથી આપણા હરીફોની કોઇ ચાલ પર આપણો વળતો પ્રહાર થાય છે. કોઇક નવો કમ્પીટીટર માર્કેંટમાં આપણા કરતાં વધારે સસ્તી પ્રોડક્ટ લાવે અને એનાથી આપણા સેલ્સ પર અવળી અસર પડવાની શક્યતા હોય, તો આપણે કન્ઝ્યુમર સેલ્સ પ્રમોશન દ્વારા આપણા સેલ્સને નોર્મલ લેવલ પર રાખવાની કોશિશ કરી શકીએ.
- સામાન્ય રીતે જ્યારે કોઇ પ્રોડક્ટનો ભાવ વધારવામાં આવે, તો આરંભમાં સેલ્સ થોડું ઘટે જ છે. માર્કેંટને એ ભાવવધારો પચાવતાં થોડો સમય લાગે છે. આ પ્રકારની અવળી અસરને અટકાવવા માટે ભાવવધારાની જાહેરાત બાદ તરત જ કોઇ સેલ્સ પ્રમોશનની સ્કીમ શરૂ કરવામાં આવે છે. આને કારણે ભાવવધારાની અસર અચાનક કસ્ટમર પર થતી નથી, એમાં થોડો સમય મળી જાય છે. બાદમાં ધીરે ધીરે એ સેલ્સ પ્રમોશનની સ્કીમ બંધ કરી નાખવામાં આવે છે. આટલા સમય દરમિયાન કસ્ટમરનું મન નવા ભાવને સ્વીકારવા તૈયાર થઇ જાય છે.
- સેલ્સ પ્રમોશનથી કસ્ટમરને આપણી પ્રોડક્ટ ખરીદવાનો નિર્ણય કરવામાં સહાયતા મળે છે. સેલ્સ પ્રમોશનને કારણે ખરીદી કરવામાં એને તરત જ અમુક ફાયદો દેખાય છે. સામાન્ય રીતે કંપનીઓ દ્વારા દિવાળી, ક્રીસમસ વગેરે તહેવારો દરમિયાન કસ્ટમરો માટે ઘણી ઓો જાહેર કરવામાં આવે છે. આને કારણે હવે અમુક કસ્ટમરો પણ કોઇ મોટી ખરીદી કરવા માટે આવી કોઇ સ્કીમ આવે એના માટે તહેવારો સુધી રાહ જૂએ છે.
- કંપનીની એક પ્રોડક્ટ ખરીદનાર કસ્ટમરને બીજી પ્રોડક્ટ પણ વેચવાને ક્રોસ સેલીંગ કહેવાય છે. સેલ્સ પ્રમોશન આવા ક્રોસ સેલીંગમાં મદદરૂપ થાય છે. કંપની દ્વારા જ્યારે કોઇ નવી પ્રોડક્ટ માર્કેંટમાં મૂકવામાં આવે, ત્યારે જૂની પ્રોડક્ટની સાથે સાથે નવી પ્રોડક્ટ અમુક ડિસ્કાઉન્ટ સાથે (અથવા તો નાની પ્રોડક્ટ હોય, તો બિલકુલ ફ્રી) આપીને જૂના કસ્ટમરને નવી પ્રોડક્ટ વિશે માહિતગાર કરી શકાય છે.
- “એક પ્રોડક્ટની ખરીદી પર એક (અથવા વધારે) ફ્રી ” – જેવી ઓફરો દ્વારા કંપની પોતાની પ્રોડક્ટ વધારે સંખ્યામાં વેચી શકે છે. અલબત્ત વધુ વેચાણની સાથો સાથ કીમત પણ ઓછી મળે છે. પણ જ્યારે આ હકીકત સ્વીકાર્ય હોય, પ્રોડક્ટ આમેય ઓછી જ વેચાતી હોય, ત્યારે જ આવી સ્કીમ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવે છે.
- સેલ્સ પ્રમોશન દ્વારા આપણા હરીફોના વફાદાર કસ્ટમરોને પણ જીતી શકાય છે. ધારો કે બીજી બ્રાન્ડનો કસ્ટમર આપણી કોઇ સ્કીમથી આકર્ષાઇને પોતાની રેગ્યુલર બ્રાન્ડને ત્યજીને આપણી બ્રાન્ડ ખરીદવાનું નક્કી કરે અને એને સારો અનુભવ થાય, તો શક્યતા છે, કે એ કાયમ માટે આપણી પ્રોડક્ટ ખરીદવાનું ચાલુ રાખશે. આ રીતે આપણા કાયમી વફાદાર કસ્ટમરોની સંખ્યા વધારવામાં મદદ મળે છે.
સેલ્સ ફોર્સ પ્રમોશનના ફાયદાઓ
- આપણી સેલ્સ ટીમને માટે ચાલુ કરાયેલ સેલ્સ પ્રમોશન સ્કીમથી તેમને વધુ પૈસા કમાવાની તક મળે છે. આને કારણે તેમને વધારે વેચાણ કરવાની કોશિશો કરવાની પ્રેરણા મળે છે.
- વેચાણની પ્રક્રિયામાં સેલ્સ ટીમનો ઇન્ટરેસ્ટ વધે છે. તેઓ નવા નવા કસ્ટમરો શોધવાની કોશિશો કરવા પ્રેરાય છે, જેનાથી આપણો કસ્ટમર બેઝ વધી શકે છે.
- આવી ઓફરોને કારણે આપણી કંપની, આપણી સેલ્સ ટીમ અને આપણા કસ્ટમરો એ બધાંયની વચ્ચેનાં સંબંધો સુધરે છે.
ટ્રેડ પ્રમોશનના ફાયદાઓ
- આપણા ડીલર-ડિસ્ટ્રિબ્યૂટરો માટેની ટ્રેડ સ્કીમને કારણે તેમને આપણી પ્રોડક્ટ વધારે ડીસ્પ્લે કરવાનું કે વધારે વેચવાની કોશિશો કરવાનું પ્રોત્સાહન મળે છે. એમને આપણી પ્રોડક્ટમાં વધારે રસ જાગે છે.
- આપણા ચેનલ પાર્ટનરોની કોશિશોને કારણે દુકાન, શો-રૂમોમાં કે કસ્ટમરોના ઘર-ઓસોમાં આપણી પ્રોડક્ટ વધારે દેખાવા માંડે છે. આને કારણે આપોઆપ બીજી હરીફ પ્રોડક્ટને દેખાવાની જગ્યા ઓ થતી જાય છે. આ બધાની અસરથી એમનું સેલ્સ ઘટવા માંડે છે અને આપણું સેલ્સ વધવાનું શરૂ થાય છે.
- ટ્રેડ સ્કીમને કારણે આપણા ચેનલ પાર્ટનરોને આપણી પ્રોડક્ટનો વધારે સ્ટોક રાખવાનું પ્રોત્સાહન મળે છે. આને કારણે પ્રોડક્ટ કસ્ટમરને જલદીથી મળી શકે છે, પ્રોડક્ટ ન મળવાના કિસ્સા ઘટે છે. વધારે સ્ટોક એક સાથે ચેનલ પાર્ટનરને મોકલવાને કારણે કંપનીને પણ પ્રોડક્ટની ડિલિવરીનો ખર્ચ પણ ઓે થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અસરકારક સેલ્સ પ્રમોશન માટે સૂચનો
પૂર્વ લેખ:
સેલ્સ પ્રમોશન