- શોના પ્રથમ દિવસે અને બાકીના દિવસોએ શો શરૂ થવાના સમયે આપણો સ્ટોલ બધી રીતે તૈયાર હોવો જોઇએ. એમાં બધુંય વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોવું જોઇએ.
- આપણા સ્ટોલ પર હાજર દરેક વ્યક્તિ આપણે નક્કી કરેલા ડ્રેસ કોડ મુજબ કપડાં પહેરીને, વ્યવસ્થિત રીતે તૈયાર થઇને હાજર રહે એ ખાસ જોવું.
- જે સ્ટાફને આપણે ટેમ્પરરી ધોરણે, માત્ર શો માટે જ રાખેલો હોય, એમણે શું કામ કરવાનું છે, એની વ્યવસ્થિત માહિતી અને ટ્રેનિંગ આપવી. મુલાકાતી કોઇક એવો સવાલ પૂછે કે જેનો જવાબ એમની પાસે ન હોય અથવા તો એમને ન સમજાય એવી પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે એમણે સ્ટોલમાં હાજર આપણી કંપનીમાંથી કોનો સંપર્ક કરવો એ સમજાવવું.
- દરેક મુલાકાતીને વ્યવસ્થિત રીતે, માનપૂર્વક સ્ટોલમાં આવકારવામા આવે અને એમની પૂરતી સંભાળ લેવાય એ જોવું.
- આપણા વર્તમાન અને સંભવિત કસ્ટમરોને આપણી પ્રોડક્ટ અંગેની માહિતી બરાબર સમજાવવી.
- આપણે જો કોઇ વિઝિટરને પ્રદર્શન બાદ કંઇક મોકલવાની કે સંપર્ક કરવાની પ્રોમિસ કરીએ, તો એ વિઝિટરનું નામ તથા સંપર્ક સૂત્ર નોંધી લેવું.
- સ્ટોલ પર સ્ટેશનરી, આપણા વિઝિટીંગ કાર્ડ, બ્રોશર, લીફલેટ તથા બીજી વસ્તુઓે સ્ટોક બરારબર જળવાઇ રહે એ તકેદારી રાખવી. આપણે ખાવા પીવાની બીજી કોઇ વસ્તુઓ રાખી હોય,તો એના સ્ટોક વિશે પણ એવી રીતે જ કાળજી રાખવી.
- જો આપણે સ્ટોલ પર આપણી કોઇ પ્રોડક્ટનું વેચાણ કરતા હોઇએ, તો એનું બીલીંગ, સ્ટોક અને પૈસાની રશીદ વગેરેની એન્ટ્રીઓ યોગ્ય રીતે થવી જોઇએ. જરૂર હોય, તો ક્રેડિટ-ડેબિટ વગેરે કાર્ડ સ્વાઇપ કરવાનું મશિન તથા કેશ કાઉન્ટર પરની મશિનરી પણ રાખવી.
- આવનારા મુલાકાતીઓ વિઝિટીંગ કાર્ડ ભેગા કરો. એમની પાસે વિઝિટીંગ કાર્ડ ન હોય, તો એક વિઝિટીર બૂકમાં એમની વીગત નોંધ કરો. જો આપણે પ્રદર્શન પૂરું થયા બાદ એમને કંઇક મોકલવાનું હોય, કે બીજું કંઇક કામ પડવાનું હોય, તો એ પણ એ વિઝિટીંગ કાર્ડ પર કે એ વિઝિટર બૂકમાં લખી લો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રદર્શન પૂરું થયા બાદ કરવાની પ્રવૃત્તિઓ
પૂર્વ લેખ:
પ્રદર્શન અગાઉ કરવાની તૈયારી