માર્કેંટમાં એક વાર પ્રોડક્ટ રજૂ થાય, ત્યારથી સતત એકધારી ક્વોલિટી આપે અને ગ્રાહકોને સંતોષ મળી રહે, તો એનાથી એક મજબૂત ગ્રાહક વર્ગ ઊભો થાય છે. આવા કિસ્સામાં આપણે પ્રોડક્ટને કોઇ નામ પણ ન આપીએ, તો પણ પ્રોડક્ટ સાથેના લગાવ અને એની ઉપયોગિતાના આકર્ષણથી ગ્રાહકો આપોઆપ ખેંચાઇ આવે છે. આ કારણે, આપણે એવું માની શકીએ, કે આપણને બ્રાન્ડીંગની જરૂર નથી, કેમ કે ગ્રાહકો આપોઆપ આવે જ છે. ઓ કોર્સ, જો અત્યારે ગ્રાહકોની જે સંખ્યા છે, આપણા ધંધાનું જે સ્તર છે, એનાથી આપણે સંતુષ્ટ હોઇએ, તો આપણે બ્રાન્ડીંગ પાછળ કોઇ મહેનત કરવાની બિલકુલ જરૂર નથી. પરંતુ, આપણે એ ચકાસી લેવું જોઇએ કે આ કસ્ટમર બેઝ હંમેશાં આપણી સાથે રહેશે કે કેમ? સામાન્ય રીતે એવું જોવાયું છે કે માર્કેંટમાં નવા નવા કસ્ટમરો પ્રવેશતા રહે છે અને જૂના વિદાય લેતા રહે છે. જો એ નવા કસ્ટમરોને આપણે આપણા ધંધા તરફ આકર્ષી નહીં શકીએ, તો સંભવ છે કે ધીરે ધીરે આપણા ગ્રાહકોની સંખ્યા ઘટતી જશે. ગ્રાહકોની વધતી ઉંમરને કારણે જીવન અવસ્થામાં થતા ફેરફારોને કારણે, એમના જીવનની પ્રાથમિકતાઓાયોરિટીઝ બદલવાને કારણે કે એમની જરૂરિયાતો બદલવાને કારણે એમની પસંદગીઓ બદલતી રહે છે. માર્કેંટમાં નવા સ્પર્ધકો આવતાં રહે છે, જે આપણા અમુક કસ્ટમરોને લઇ જાય છે. નવી નવી પ્રોડક્ટ્સ આવતી રહે છે, જે આપણી પ્રોડક્ટ્સના વિકલ્પ તરીકે કસ્ટમરોની જરૂરિયાતો સંતોષી શકે છે. આવા બધાંય કારણોસર આપણા હાલના કસ્ટમરોમાંથી અમુક ઓ થઇ જાય એવું બની શકે ખરું.
બીજી બાજુ માર્કેંટમાં જે નવા કસ્ટમરો દાખલ થઇ રહ્યાં છે, આપણે જો એમની સાથે પ્રયત્નપૂર્વક સંવાદ નહીં સાધી શકીએ, તો એમને આપણી પ્રોડક્ટ કે બ્રાન્ડ વિશે માહિતી નહીં મળે. એનાથી થશે એવું કે જેમને બીજાં પાસેથી સાંભળીને આપણી પ્રોડક્ટ વિશે માહિતી મળે, એટલા જ નવા કસ્ટમરો આપણી પાસે આવશે. જો આપણી પ્રોડક્ટ સારી હોય, આપણે આપણા ગ્રાહકોની સંખ્યા વધારવા માગતા હોઇએ, તો આપણે જાતે જાગ્રતિ રાખીને સભાનપણે અર્થપૂણ બ્રાન્ડીંગના પ્રયત્નો કરવા જોઇએ.
ઘણી કંપનીઓ એવી ફરિયાદ કરતી હોય છે કે એમના હરીફો કરતાં એમની પોતાની પ્રોડક્ટ ઘણી ચડિયાતી છે, પરંતુ એમનાં કસ્ટમરોને એના ફાયદાઓ વિશેની જાણ નથી અને એને કારણે હરીફો કરતાં એમનું સેલ્સ ઓં છે અથવા તો, બહોળી સંખ્યાના ગ્રાહકોને પોતાની પ્રોડક્ટની વિશેષતાઓ વિશે ખબર નહીં હોવાથી , એ વધારે સારી હોવા છતાં પણ તેઓ હરીફની પ્રોડક્ટ જેટલી કીમત પોતાની પ્રોડક્ટ માટે નથી મેળવી શકતા, એમણે ભાવ ઓે જ રાખવો પડે છે. આ બધી સમસ્યાઓ પાછળનું મુખ્ય કારણ એ હોઇ શકે કે આપણે જાગ્રતિપૂર્વક કસ્ટમરોના મનમાં આપણી બ્રાન્ડની એક મજબૂત છબી ઊભી કરવાનો પ્રયાસ ન કર્યો હોય અને કુદરતી રીતે માર્કેંટમાં આપણા વિશે જે છાપ ઊભી થઇ હોય, એના આધાર પર જ ધંધો આગળ વધારતા રહ્યા હોઇએ. બીજી બાજુ, પોતાની પ્રોડક્ટના ગુણો વિશે, એના ફાયદાઓ વિશે વ્યવસ્થિત બ્રાન્ડીંગ કોમ્યુનિકેશન કરીને હરીફોએ ગ્રાહકોને માહિતગાર કર્યા હોય અને કસ્ટમરના મનમાં એક ખાસ છાપ ઊભી કરી હોય, જેનો એમને ફાયદો લાંબા સમય સુધી મળતો રહે.
આપણા સંભવિત ગ્રાહકો કે જે આપણી પ્રોડક્ટ્સ ખરીદી શકે છે, એમને જો આપણે જાગ્રતિપૂર્વક આપણી પ્રોડક્ટ કે સર્વિસની બ્રાન્ડ વિશે માહિતગાર ન કરીએ, તો શું થાય? કાં તો એ કસ્ટમરને આપણી બ્રાન્ડ વિશે બિલકુલ જ ખબર ન હોય અથવા તો એને અમુક ગણ્યા-ગાંઠ્યાં લોકો પાસેથી જે થોડીઘણી માહિતી કે અભિપ્રાયો મળે, એના આધારે આપણી બ્રાન્ડ વિશે એ પોતાના મનમાં એક ઇમેજ ઊભી કરે છે. આ ઇમેજ ઊભી કરવામાં આપણો કોઇ રોલ કે આપણો કોઇ પ્રયાસ હોતો નથી, એથી આપણી બ્રાન્ડ અંગે એને આધારભૂત માહિતી મળતી જ નથી. આને કારણે આપણી બ્રાન્ડને વિકસાવવાની એક મોટી તક આપણે ગુમાવી બેસીએ છીએ.
માટે, આપણી બ્રાન્ડને બીજાંના અભિપ્રાયો, ગેરસમજો કે અધૂરી સમજણનો શિકાર બનવા ન દેવી હોય, આપણી બ્રાન્ડની ક્ષમતાને સીમિત રહેવા ન દેવી હોય અને આપણી બ્રાન્ડમાં જે તાકાત છે, એનો અહેસાસ મહત્તમ ગ્રાહકોને થાય એવું આપણે ઇચ્છતા હોઇએ, તો આપણે જાગ્રત રહીને બ્રાન્ડીંગ માટે પ્રયત્નો કરવાં જોઇએ.
(આની સાથે, આ સાઇટમાં અન્યત્ર બ્રાન્ડીંગ શા માટે જરૂરી છે? એ આર્ટીકલ પણ વાંચવા ભલામણ છે.)
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..