જીવનમાં ક્ંઇ જ સ્થિર કે કાયમી નથી. બધું બદલે છે. સતત પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજની માર્કેંટમાં કસ્ટમરની રહેણીકરણી, એની પસંદગીઓ વસ્તુઓ ખરીદવાની એની આદતો બદલતી રહે છે. માર્કેંટમાં હરીફાઇનાં સમીકરણો બદલે છે. ટેકનોલોજી દરેક ક્ષેત્રે ઘરમૂળથી ફેરફારો લાવે છે. સમયનો અભાવ અને વસ્તુઓ અને મિડિયાના અતિરેકને કારણે લોકોની ધ્યાન આપવાની ક્ષમતા ઓ થતી જાય છે. ઉપરાંત, જનરેશન પણ બદલી રહી છે. એક જમાનામાં આપણી પ્રોડક્ટ સુપરહીટ હોય, પરંતુ દર બે દાયકાઓ બાદ નવી પેઢી માર્કેંટમાં ખરીદનાર કસ્ટમર તરીકે પ્રવેશતી હોય છે. સમય અનુસાર, વર્તમાન પ્રચલિત ટ્રેન્ડ અનુસાર આ નવી જનરેશનની પંસદગીઓ અનુરૂપ આપણી પ્રોડક્ટમાં પરિવર્તનો થતાં રહેવાં જોઇએ. માર્કેંટમાંના આ બધાંય પરિવર્તનો સાથે તાલ મિલાવતી રહે એ બ્રાન્ડ જ કસ્ટમરોના દિલો-દિમાગ પર છવાયેલી રહી શકે છે. આ માટે બ્રાન્ડે સતત પોતાનું નવસર્જન કરતાં રહેવું પડે. જો બદલાતા કસ્ટમરોના અંદાજ કે કસ્ટમરોના બદલાતા મિજાજને અનુરૂપ પોતાને ઢાળવામાં બ્રાન્ડ સફળ ન થાય, તો એકવાર ભવ્ય સફળતાપૂર્વક ઇતિહાસ રચનાર બ્લોકબસ્ટર બ્રાન્ડ ટૂંકા સમયમાં પોતે ઇતિહાસ બની પણ જઇ શકે છે. બ્રાન્ડ મેનેજરોએ કસ્ટમરોના મનમાં સતત ફ્રેશ રહેવા માટે સતર્ક રહેવું જરૂરી છે.