એક ગેંગસ્ટર બ જાણીતો હોય છે. ઘણાં લોકો એના વિશે જાણતાં હોય છે. પરંતુ શું કોઇ લોકો એને પસંદ કરે છે? એના પ્રત્યે કોઇને માન હોય છે ખરું? કહેવા માટે એ પણ એક બ્રાન્ડ તો કહી જ શકાય. પરંતુ શું એ એક સફળ અને માનનીય બ્રાન્ડ છે? ઘણી વાર કોઇ પણ ભોગે બ્રાન્ડને જાણીતી કરવાની ઘેલછામાં કંપનીઓ જે હાથમાં આવ્યું એ દરેક માધ્યમમાં જાહેરખબરો આપવા માંડે છે. આ રીતે બ્રાન્ડીંગનો ખર્ચ વેડફાઇ જશે અને ધાર્યા પ્રમાણે બ્રાન્ડ બિલ્ડીંગ નહીં થઇ શકે. બ્રાન્ડની કેવી ઇમેજ ઊભી કરવી છે, એ અંગે વ્યૂહાત્મક અભિગમ જરૂરી છે. આપણી બ્રાન્ડની પર્સનાલિટી મુજબ, એના મોભા મુજબનું માધ્યમ નક્કી કરવું જરૂરી છે. આપણા ટાર્ગેટ કસ્ટમર સુધી જે માધ્યમ પહોંચતું હોય, પછી ભલે એ સસ્તું હોય કે મોંઘું, પરંતુ એ માધ્યમે જ આપણે બ્રાન્ડનો પ્રચાર કરવો જોઇએ. કોઇ પણ પ્રસિદ્ધિ એટલે સારી પ્રસિદ્ધિ એ માન્યતા બ્રાન્ડીંગની બાબતમાં બિલકુલ ખોટી છે. આપણી બ્રાન્ડનું નામ યોગ્ય જગ્યાએ, યોગ્ય વખતે, યોગ્ય માધ્યમ દ્વારા જ યોગ્ય કસ્ટમર વર્ગ સુધી પહોંચે એવું ધ્યાન રાખીએ તો જ અર્થપૂર્ણ બ્રાન્ડીંગ થઇ શકે. આડેધડ વિચારવગરના પ્રચારથી માત્ર શોરબકોર જ થાય. એક ચોક્કસ નક્કર બ્રાન્ડ ઇમેજ કરવા માટે પ્લાનીંગ સાથે આગળ વધવું જરૂરી છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)