ઘણા ધંધાર્થીઓ એવું વિચારીને ધંધામાં ઝંપલાવે છે કે “પૈસા રોકીશું, એટલે સફળતા તો આવશે જ, કેમ કે પૈસાથી બધું થઇ શકે છે, ગમે તેવી ટેલેન્ટ ખરીદીને એને કામે લગાડી શકાય છે.”
અનેક ઇન્વેસ્ટર કંપનીઓનો અનુભવ છે કે એમણે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, એમાંથી 10-20 ટકા કંપનીઓ જ સફળતા પામે છે.
જો પૈસા રોકવાથી જ ધંધાઓ સફળ થતા હોત, તો ધંધાઓની નિષ્ફળતાનો દર આટલો મોટો હોત ખરો?
શરીરમાં લોહી જોઇએ, પણ એ શરીરનું સંચાલન કરવા મગજ અને ચલાવવા હાથ-પગ પણ જોઇએ ને?
પૈસા જોઇએ, પણ એ ધંધાનું સંચાલન અને વિકાસ કરવા મેનેજમેન્ટ, માર્કેટ, માર્કેટિંગ અને માણસો પણ જોઇએ ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ક્રિકેટના મેદાનમાં આવીને….
પૂર્વ લેખ:
આગામી અમુક વર્ષોમાં……