એક નાનકડા ગામના નાનકડા સ્ટેજ પર પોતાની કલાની રજૂઆત કરનાર પ્રતિભાશાળી કલાકારને જો ટી. વી. કે બીજા કોઈ માધ્યમે નેશનલ લેવલ પર રજૂઆત કરવાની તક મળે તો એને અનેકગણી વધારે સિદ્ધિ- પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. બિઝનેસને પણ એની યોગ્યતા અનુસારની માર્કેટમાં રજૂઆત કરવાની તક મળે તો એ ખીલી ઉઠે. નેશનલ લેવલનો કલાકાર ગામડામાં વેડફાઈ ન જાય અને માત્ર એક શહેરમાં જ સારું નામ કાઢવાની ક્ષમતા ધરાવનાર રાષ્ટ્રીય સ્તરના સપનામાં ખોવાઈ ન થઈ જાય એ ધ્યાન રાખો. પાંખોની ક્ષમતાને અનુરૂપ જ આકાશ શોધાય, તો સારું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં ટૂંક સમયમાં મળેલ…
પૂર્વ લેખ:
કોઈ એક ક્ષેત્રમાં મોટું નામ…