એક જૂની કહેવત છે કે જો તમે જે ઘોડાગાડીમાં બેઠા હો, એનો ઘોડો મરી જાય, તો ડહાપણ એ ઘોડાગાડીમાંથી તરત ઉતરી જવામાં અને બીજો ઘોડો શોધવામાં જ છે.
આપણે એ ઘોડાના મરવાના કારણો અંગે ચર્ચા કરીએ, બીજા લોકો પોતાનો ઘોડો મરી જાય તો શું કરે છે એનું એનાલીસીસ કરીએ, બે-ત્રણ બીજા મરેલા ઘોડાઓને એકઠા કરીને એમના જોરે ઘોડાગા઼ડીને આગળ લઇ જવાની કોશિશો કરીએ – એ બધું કરવા પછી પણ આપણે નવો ઘોડો તો લેવો જ પડશે. એના વગર આપણી ઘોડાગાડી આગળ જશે નહીં.
બિઝનેસમાં આપણા બધા ઘોડાઓ જીવંત છે એ અને જો કોઇ ન હોય, તો એનું આપણે એનાલીસીસ કરી કરીને આગળ લઇ જવાની વ્યર્થ કોશિશો તો નથી કરી રહ્યા ને? – આ ચકાસતાં રહેવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણો ધંધો કરવાનું મિશન-હેતુ….
પૂર્વ લેખ:
પોતાના ધંધામાં બીજા હરીફોથી….