મોટા બિઝનેસમેનો પોતે બહુ કામ કરતા હોય એવું દેખાતું નથી હોતું. તો પછી તેઓ સફળ કેમ થાય છે?
હા, તેઓ જાતે બહુ કામો નથી કરતા. પરંતુ, તેમની કામ કરવાની-કરાવવાની પદ્ધતિ અલગ હોય છે.
પહેલાં તો તેઓ કસ્ટમરોના કયા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં સારી તક છે, એ શોધી કાઢે છે. પછી એ સોલ્યુશન માટે એક મજબૂત ટીમ ભેગી કરે છે અને એના દ્વારા એવી પ્રોસેસ ડેવલપ કરે છે કે જેમાં બીજા ઘણાં લોકો આવીને કામ કરી શકે અને ઘણા ગ્રાહકોને સોલ્યુશન આપી શકે.
આવી સફળ ગોઠવણ કરવાની ચેલેન્જમાંથી જે પાર ઉતરે છે, એ બિઝનેસમેન સફળ થતા જોવા મળે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધો એટલે કોઇ પણ ભોગે….