બિઝનેસની ચેલેન્જીસને ગણિતના સમીકરણોની જેમ સોલ્વ કરવાની કોશિશો કરવાથી દુર્ઘટનાઓ સર્જાતી જોવા મળે છે.
ગણિતના એકસરખા દાખલાઓ એક જ ફોર્મ્યુલાના આધારે સોલ્વ થઇ શકે.
પણ, દરેક બિઝનેસના એકસરખા લાગતા પ્રશ્નોના જવાબો અલગ અલગ હોઇ શકે.
બિઝનેસમાં ૧ + ૧ = ૨ જ થાય એ જરૂરી નથી. ક્યારેક ૧ + ૧ = ૩, ૧૧, ૧૧૧ કે શૂન્ય પણ થઇ શકે છે.
દરેક બિઝનેસ, એમાં ભાગ લેનાર વ્યક્તિઓની ખૂબીઓ, ખામીઓ અને ખાસિયતોના સંગમ સ્વરૂપ એક યુનિક સર્જન હોય છે. જેટલી ભિન્નતા આ માણસોમાં હોય, એટલા ભિન્ન એમના બિઝનેસ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇક કરતું હોય, એની કોપી કરીને….
પૂર્વ લેખ:
બધાં જે વિચારે છે, એ ખોટું છે,……