આપણા ધંધાની દિશા અને વ્યૂહરચના નક્કી કર્યા બાદ પણ એવા અનેક સંજોગો આવે, કે જેને કારણે આપણી યાત્રામાં મોટો વિક્ષેપ પડે, યાત્રા ખોરંભાઇ જાય, ત્યજવી પડે એવા સંજોગો પણ ઊભા થાય.
આવા અમુક સંજોગોથી વિચલિત થયા વગર નક્કી કરેલી દિશામાં અવિરત આગળ ધપતા રહેવા માટે સતત જાગૃત રહીને સંજોગો અનુસાર જરૂરી ફેરફારો કરવાની તૈયારી અને ચપળતા દાખવવી જરૂરી છે.
ક્યારેક એકાદ ડાયવર્ઝન લેવું પડે કે માર્ગમાંની આંધી દૂર થઇ જાય ત્યાં સુધી વિરામ કરવો પડે – પણ પાછા એ માર્ગે આગળ વધવાનું છોડવું ન જોઇએ.