હંમેશાં દરેક વાતમાં હા પાડવાના દબાણમાં રહેવાને બદલે અમુક મહત્ત્વની બાબતો અંગે નિર્ણય લેતી વખતે જો આપણા મગજમાં બરાબર બેસતું ન હોય, તો ચોખ્ખી ના પાડવાની સ્પષ્ટતા અને હિંમત દાખવી શકીએ, તો ભવિષ્યની ઘણી સમસ્યાઓ અને ગૂંચવણો અટકાવી શકીએ. ઘણીવાર જો શરૂઆતના યોગ્ય સમયે ના પડાઇ ગઇ હોત, તો અમુક સમય બાદ ઘણા પેચીદા થઇ ગયેલા મામલાઓ ઊભા જ ન થયા હોત, એવું પાછળથી સમજાતું હોય છે. જે બાબત વિશે મનમાં સો ટકા ક્લેરિટી ન હોય, એ વિશે નિર્ણય લેતાં પહેલાં વધારે માહિતી કે માર્ગદર્શન મેળવવાનો સમય માગો અને જો એ શક્ય ન હોય, તો ના પાડો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે આપણા મેનેજરોને કોઇ…..
પૂર્વ લેખ:
ઘણા માણસો પાસેથી કોઇ…..