મિટિંગોમાં માત્ર વાતો થાય, શું કરવાનું છે એની કોઇ નોંધ ન કરતું હોય, તો મિટિંગ પછી કંઇ પરિણામ આવવાનું નથી. સોસાયટીની મિટિંગોમાં ઘણીવાર આવી પરિણામો તરફના કમિટમેન્ટ વગરની ચર્ચાઓ થતી જોવા મળે છે. સમય, શક્તિના વ્યય સિવાય એમાંથી કંઇ સરતું નથી. આપણા બિઝનેસની િમિટિંગો સોસાયટીની મિટિંગો જેવી બિનઅસરકારક ન હોવી જોઇએ.
અસરકારક મિટિંગ માટે મિટિંગમાં હાજર રહેનાર દરેક જણ નોટ કરવા માટે કંઇક સામગ્રી લઇને આવે અને એ ક્યારે, શું કરવાનું છે એ નોટ-ડાઉન પણ કરે એ જુઓ. આ નિયમનો અમલ આપણે પણ કરવો જ જોઇએ. આપણે પણ નોટપેડ-ડાયરી વગર કોઇ સ્ટાફ મિટિંગ કરવી ન જોઇએ.
મિટિંગ પૂરી થયા બાદ યોગ્ય સમયે એ માણસે પોતે જે નોટ કર્યું હોય, એ મુજબ કામ થઇ રહ્યું છે કે નહીં, એનું એક્ટીવ
ફોલો-અપ જાતે કરો અથવા તો કોઇ આસિસ્ટન્ટ દ્વારા કરાવો. આ જો કરશો, તો તમે એના પરિણામોથી ખુશ થશો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મિટિંગોમાં હાજર બધાંયને સામેલ કરો