બિઝનેસમાં નડતી સમસ્યાઓ કે મનમાં રહેલા સવાલોના ઉકેલ માટે એક કે વધારે માર્ગદર્શક, સલાહકાર કે ગાઇડ હોય એ જરૂરી છે. તમારા કોઇ વડીલ, કોઇ મિત્ર, સંબંધી કે બીજું કોઇ પણ કે જેને તમારા પ્રત્યે કોઇ પૂર્વગ્રહ ન હોય, જેની પાસે સલાહ-માર્ગદર્શન આપવાની ક્ષમતા અને અનુભવ હોય, એવા લોકોને તમે માર્ગદર્શક બનાવી શકો છો.
આપણા ધંધા સાથે ડાયરેક્ટલી સંકળાયેલ ન હોય, એવા લોકો પાસેથી કોઇ સમસ્યાને જોવાનો એકદમ નવો દ્રષ્ટિકોણ મળી શકે છે. ઘણી વાર સમય પર સાચી સલાહ મળી જાય, તો ઘણું નુકસાન બચાવી શકાય છે
આપણા ધંધાના વિકાસ માટે કોઇક યોગ્ય વ્યક્તિ પાસેથી આવી સલાહ મેળવવા માટે ક્ષોભ ન રાખતાં ખુલ્લા મને બિઝનેસના હિતને ધ્યાનમાં રાખીને નિખાલસતાપૂર્વક સલાહ માગવી જોઇએ. સલાહ માગવાથી આપણે નાના નહીં થઇ જઇએ, પરંતુ આપણો ધંધો મોટો થવાની શક્યતા જરૂર રહેશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..