જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જશે, તેમ તેમ માત્ર હાથ-પગ હલાવીને થનારા કામો મશીન દ્વારા થતા થઇ જશે. જેની ગણતરી કરી શકાય, ભૂતકાળના જૂના ડેટા પરથી અનુમાન બાંધી શકાય કે એના આધારે જજમેન્ટ લઇ શકાય એવા મગજના કામો પણ મશીનો કરશે. જેમાં ખરેખરી અક્કલ, સંવેદનશીલતા અને ક્રિએટીવીટી વાપરવાની હશે, એવાં સ્પેશિયલ કામો કરવામાં જ માણસોની જરૂર પડશે. આજે પણ હાથ-પગ કે નિયમ પ્રમાણેના, મગજના કામો કરનારાઓ ઘણાં અને સસ્તામાં પણ મળી રહેશે. પણ ક્રિએટીવીટી અને અક્કલપૂર્વકની સંવેદનશીલતાની કોસ્ટ વધારે જ આપવી પડશે કેમ કે એનો સપ્લાય ઓછો જ હોય છે. કોઇ પણ કામ માટે માણસો રાખતી વખતે, એ કામ માટે કયા કૌશલ્યની જરૂર છે, એ નક્કી કરો. એ કૌશલ્ય પરથી કોસ્ટ સમજવી આસાન થઇ જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપની નવી હોય, ત્યારે….
પૂર્વ લેખ:
તમારી કંપનીના લોકોને નાની-મોટી….