કોમ્પ્યુટરની માફક માણસો પણ આપણી સૂચના મુજબ કામ કરશે, એ માન્યતા ભૂલભરેલી છે.
માણસો ભૂલી જઇ શકે. એમને શું કરવાનું છે, એ પૂરું સમજાયું ન પણ હોઇ શકે. એમની ગેરસમજ થઇ શકે. તેઓ આળસ પણ કરી શકે.
આ બધુંય રોકવું હોય, અને ધાર્યું કામ પાર પાડવું હોય, તો આપણે સતત તપાસ કરતાં રહેવું પડે, કે માણસોને આપેલ સૂચના મુજબ કામ થઇ રહ્યું છે કે નહીં. સૂચનાના અમલની બાબતમાં કોમ્પ્યુટર અને માણસમાં ઘણો ભેદ છે. કોમ્પ્યુટર સૂચના મુજબ કામ કરશે. માણસને સૂચના ઉપરાંત ફોલો-અપની પણ જરૂર પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં અને જીવનની સમસ્યાઓને….
પૂર્વ લેખ:
બિઝનેસ ચલાવવામાં કે કોઇ……..