કારણ વગરની લાંબી મિટિંગો ન કરો
કંપનીઓમાં કામ માટે મિટિંગો જરૂરી હોય છે, અને જરૂર મુજબ એ કરવી જ જોઇએ. પરંતુ દરેક મિટિંગનો એક નિયત સમયગાળો હોવો જોઇએ. ઘણી વાર કંપનીઓમાં ૧૫ મિનિટ માટે શરૂ થયેલી મિટિંગ અનેક કલાકો સુધી ચાલે છે. અર્થ વગરની લાંબી લાંબી ચર્ચાઓમાં સમય વેડફાતો જોવા મળે છે.
યાદ રાખો, આપણી કંપનીમાં જે મિટિંગો ચાલે છે, એમાં સામેલ લોકો એ વખતે જે કારણ વગરની ચર્ચાઓમાં સમય વેડફે છે, એ વખતે એમનો પગાર ચાલુ હોય છે, અને એ આપણે ચૂકવતા હોઇએ છીએ. મિટિંગમાં સામેલ લોકોના સમયની કિંમત કરતાં વધારે મૂલ્યવાન બાબતમાં જ એ સમય વીતે એ જોવું જરૂરી છે. બિનજરૂરી મિટિંગો અને ચર્ચાઓ દ્વારા થતા સમયના વ્યયને બચાવો.
કમ સે કમ આપણે પોતે આવી અર્થ વગરની લાંબી મિટિંગો માટે જવાબદાર ન બનવું જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
મિટિંગોમાં હાજર બધાંયને સામેલ કરો