કંપનીઓમાં જે કંઇ ભૂલો થાય છે, એનું સૌથી મોટું કારણ હોય છે કામ કરવાની સિસ્ટમ અને પ્રોસેસિસમાં ખામીઓ.
કયાંક કોઇ ગરબડ થાય, કોઇ માણસથી કોઇ ભૂલ થાય, તો એમને દોષ આપીને ફાયરીંગ આપવાને બદલે સિસ્ટમ કે પ્રોસેસમાં ક્યાં કચાશ છે, એ શોધીને એમાં સુધારો કરવાની, એને સ્ટાન્ડર્ડ બનાવવાની જરૂર હોય છે.
જ્યાં સુધી કામ કરવાની પદ્ધતિઓ વ્યક્તિઓ પર આધારિત હશે, ત્યાં સુધી એમાં ભૂલો થવાની શક્યતાઓ રહેશે.
એકવાર સ્ટાન્ડર્ડ પ્રોસેસ સેટ થયા બાદ આ શક્યતાઓ મહદઅંશે ઘટી જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મેનેજમેન્ટ એટલે નિર્ધારિત કામ પાર પાડવા…