ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે
“આપણા માણસોની વાત સાંભળીએ, તો એ લોકો આપણને શીખવાડે.”
શું આપણા કોઇ માણસો આપણને ન જ શીખવાડી શકે?
જરા પ્રેક્ટીકલી વિચાર કરો. ટાટા ગ્રુપની સવા સો જેટલી કંપનીઓ છે. એમના ટોપ મેનેજરોને એમની કંપનીના ફિલ્ડ વિશે રતન ટાટા કે ટાટા ગ્રુપના હાલના ચેરમેન કરતાં વિશેષ માહિતી હશે જ ને?
શું મુકેશ અંબાણી પોતાની દરેક કંપનીની દરેક બાબતની ટેકનિકલ બાબતોથી માહિતગાર હશે?
એમની કંપનીના ટેકનિકલ લોકો એમને અનેક આંટીઘૂંટી સમજાવતા જ હશે ને?
આપણે જો આગળ વધવું હોય, તો અલગ અલગ વિષયોમાં આપણાથી વધારે એક્ષ્પર્ટ લોકોને આપણી ટીમમાં સામેલ કરવામાં ગભરાવું ન જોઇએ.
આપણને શીખવાડી શકે એવા લોકો આપણી ટીમમાં હોય, એ તો મોટી વાત છે. દરેક મોટા માણસોની ટીમમાં આવા લોકો હોય જ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો
પૂર્વ લેખ:
ધંધામાં ટેલેન્ટેડ લોકોને સામેલ કરો