તમારી કંપનીમાં જો કોઇ બીજા બધાને સતત નડતું હોય, ક્યાંકને ક્યાંક કંઇક મગજમારી કર્યા કરતું હોય, તો બે શક્યતાઓ છે:
૧) એનો એટીટ્યૂડ ખરાબ છે
૨) એની પાસે પૂરતું કામ નથી. નવરાશ છે.
પહેલી બીમારી નો ઇલાજ નથી. નડતરને દૂર કરવી પડશે.
બીજી તકલીફ હોય, તો માણસને વ્યસ્ત કરી નાખો. નવરાશ ઘટશે, તો નડતરનું પ્રમાણ આપોઆપ ઘટી જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે કહીએ એ પ્રમાણે જ કામ….
પૂર્વ લેખ:
સંજોગોને આપણે કાબૂમાં રાખી….