બિઝનેસ લીડરશીપ અને મેનેજમેન્ટના કોર્સીસ આપણને થિયરી શિખવાડી શકે. આ થિયરીનો પ્રેકટીકલ સમયે અમલ થાય, તો જ પરિણામ આવી શકે.
સ્વીમીંગના રોજ નવા નવા ક્લાસીસ કરીએ અને સ્વીમીંગ પુલના કિનારે આરામ ખુરશી પર બેસીને બીજાના સ્વીમીંગને જોતાં રહીએ તો આપણે નિરીક્ષણ કે એની ચર્ચાના એક્ષ્પર્ટ બની જઇએ, સ્વીમીંગના નહીં.
ઝંપલાવ્યા વગર જાણેલી થિયરી કામ નહીં આવે. તો થિયરી જાણવી જોઇએ કે નહીં?
જાણ્યા વગર ઝંપલાવીએ, તો કદાચ તરી જવાય, પણ ખૂબ વધારે મહેનત કરવી પડશે. કદાચ થાકી જવાશે.
બન્નેનો સમન્વય જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાઓ કયા કારણે સફળ કે નિષ્ફળ જાય છે?
પૂર્વ લેખ:
કોઇ પણ ધંધાના વિકાસની…