દરેક સફળ માર્કેટિંગ પ્રચાર પાછળ એક કે વધારે લોકપ્રિય સ્ટોરી હોય છે, જે કસ્ટમરો પોતાની જાતને કહેતા હોય છે.
એક ફેરનેસ ક્રીમ વાપરવાથી પોતાની સ્કીન ગોરી થઇ જશે, એ વાર્તા ક્રીમ ખરીદનાર છોકરી પોતાની જાતને કહેતી હોય છે.
દૂધમાં બોર્નવિટા નાખવાથી પોતાના બાળકનો વિકાસ બરાબર થશે, એવી વાર્તા એક મમ્મી પોતાને કહેતી હોય છે.
એપલનો આઇ-ફોન વાપરવાથી બીજાંની નજરોમાં પોતાની પર્સનાલિટી આપોઆપ જમ્પ મારશે, એવું ઘણા કસ્ટમરો માને છે.
જે કંપનીનું માર્કેટિંગ કસ્ટમરોના મનમાં આવી સ્ટોરીઝ વહેતી કરી શકે, એનો કસ્ટમર બેઝ જરૂર વધે છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..