અલગ પ્રકારના સોફ્ટ ડ્રીંક પેપર બોટ બનાવતી કંપનીએ ખૂબ જાહેરાતો કરી. બ્રાન્ડ બિલ્ડીંગના ઘણા નિયમોનો અમલ કર્યો.
માર્કેટમાં પોતે અલગ છે, એવી હવા ઊભી કરી. પેકેજીંગ અલગ કર્યું. જાહેરાતો અલગ પ્રકારની કરી. લોકોને પોતાના બાળપણમાં ખાધેલી-પીધેલી વસ્તુઓનો ટેસ્ટ યાદ કરાવીને ઇમોશનલ કનેક્શન સ્થાપવાની કોશિશ પણ કરી.
પરંતુ છેલ્લા ત્રણ વર્ષોથી કંપની હજી પ્રોફિટ કરી શકી નથી. વાસ્તવમાં સેલ્સ ટર્નઓવર કરતાં નુકસાનીની રકમ વધારે છે. કંપનીનું સ્ટ્રગલ પૂરું નથી થયું અને હજી ચઢાણ ખૂબ કપરાં જણાય છે.
કેમ?
માર્કેટીંગના શોરબકોરથી આકર્ષાઇને અમુક લોકોએ ટ્રાય કરવા આ સોફ્ટ ડ્રીંક ખરીદ્યું, પરંતુ એમને એમાં ફરીથી ખરીદવા જેવું કંઇ ન લાગ્યું. ગ્રાહકોને એની આદત પડી જાય એવું એમાં કંઇ નહોતું.
ધંધામાં પ્રોફિટ ત્યારે જ આવે છે, જ્યારે રીપીટ કસ્ટમરો આપણી પ્રોડક્ટ કે સર્વિસ વારંવાર ખરીદે છે. આવા કસ્ટમરો પોતાની સાથે બીજા કસ્ટમરોને પણ લાવે છે.
ધંધામાં રીપીટ કસ્ટમરોની સંખ્યા વધારવા પર ફોકસ કરો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
શ્રેષ્ઠ માર્કેટિંગ એટલે…
પૂર્વ લેખ:
સફળ માર્કેટિંગ પ્રચાર પાછળ શું હોય છે?