આપણી સાથે જે કંઇ પણ થાય છે એને કેવી રીતે જોવું એ માટે આપણી પાસે બે ચોઇસ હોય છે – એનાથી મનોમન દુ:ખી થઇને ઉદાસ થઇ જવું અથવા તો જે કંઇ થાય છે એને એક ગિફ્ટ તરીકે સ્વીકારવું. દરેક ઘટના કાં તો આગળ જવામાં અવરોધરૂપ પથ્થર બની શકે અથવા તો વિકાસમાર્ગે આગળ વધવાની સીડીનું એક પગથિયું બની શકે. ઘટના જે હોય તે,પસંદગી આપણે કરવાની હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનની નાની નાની વસ્તુઓમાંથી…..
પૂર્વ લેખ:
દરરોજ જે સારું થયું હોય એવું…..