આપણા માણસોને એમના કામ વિશે ફીડબેક આપતી વખતે જો આપણે એમની સરખામણી એમના કોઇ સહકાર્યકર સાથે કરીએ અને એમના જેવા થવાની સલાહ આપીએ, તો એનાથી ધાર્યું પરિણામ નહીં આવે.
માણસને એના પોતાના જ સારા કામનું ઉદાહરણ આપીને એનાથી વધારે સારું કામ કરવા પ્રેરીએ તો એમનો ઉત્સાહ વધશે.
બીજાના ઉદાહરણની સરહદો ઓળંગવા કરતાં પોતાના સીમાડાની ભીંતો પાર કરવાનું બધાને વધુ પ્રેરણા આપે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરેક સફળ કંપની પોતાના…..
પૂર્વ લેખ:
અસરકારક લીડરો :…