અમુક કંપનીઓમાં અમુક સ્ટાફ મેમ્બરોને શ્રેષ્ઠ મેમ્બર તરીકેના એવોર્ડ આપવામાં આવતો હોય છે. આવી એવોર્ડની પ્રથાથી કંપનીને લાભ કરતાં નુકસાન વધારે થાય છે. જેને આવા એવોર્ડ મળે છે, એ એનાથી ખુશ થાય ખરું, પરંતુ એના સિવાયના બાકીના લોકોને પોતે પેલા વીનર જેવા કુશળ કે ફેવરીટ નથી, પોતાનામાં કંઇક કમી છે, એવી નિરાશાજનક લાગણી થાય છે. જે જીત્યું હોય, એને પણ થોડીક વાર ખુશી થાય છે, પછી બધું સામાન્યત: થઇ જાય છે.
સ્ટાફના મોટા ભાગનાં મેમ્બરો કરતાં અમુક મેમ્બરો વધારે સારા છે, એવું સાબિત કરીને બાકીનાને વધારે મહેનત કરવા પ્રેરવાનો આવો કીમિયો મોટે ભાગે નિષ્ફળ જ જાય છે. સ્ટાફમાં ભાગલા પડે એવું કંઇ આપણે ન કરવું જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્ટાફને એમના સંપનાં સાકાર કરવાની તક આપો
પૂર્વ લેખ:
કામ કરવા માટે માણસોને શું મોટીવેટ કરે છે?