બે અલગ અલગ ઓફિસોમાં મારે અવારનવાર જવાનું થાય છે. બન્ને જગ્યાએ આનંદ નામના ઓફિસ આસિસ્ટન્ટ છે. બન્ને નાના હોદ્દા પર છે, પરંતુ પૂરી જવાબદારી, નિષ્ઠા અને પોઝીટીવ એટીટ્યૂડ સાથે કામ કરે છે. બન્ને આનંદ ઓફિસની મુલાકાતે આવનારા દરેક ગેસ્ટ સાથે વિનમ્રતાથી વાત કરે છે. એમનું બરાબર ધ્યાન રાખે છે. અવારનવાર આવતા મુલાકાતીઓની ચા-કોફી વગેરેની પસંદગીઓ યાદ રાખે છે.
એનાથી આવનારના મનમાં આ લોકો અને એમની કંપની વિશે એક પોઝીટીવ છાપ ઊભી થાય છે.
આપણી ઓફિસ-દુકાન-ફેક્ટરીમાં પણ આવા આનંદ હોવા જોઇએ.
આનંદોને ગોતવા અને ટકાવી રાખવા આપણે પણ કંઇક કરવું પડશે. એ કરશું તો જ આનંદ આવશે અને ટકશે.
નહીંતર આનંદ જતો રહેશે… !
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં લાગણીઓને વચ્ચે ન લાવો
પૂર્વ લેખ:
તમારો સ્ટાફ તમારા ફેમિલી જેવો છે?