ધંધામાં બિઝનેસ લીડરનો રોલ એક શિક્ષક જેવો હોય છે. જે રીતે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ધીરજપૂર્વક બધું શીખવતા રહે છે, એ જ રીતે બિઝનેસ લીડરે પણ પોતાના ટીમ મેમ્બરોને સતત માર્ગદર્શિત કરતા રહેવું પડે છે.
ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ એકસરખા હોશિયાર ન હોય. પણ જો કલાસનું રિઝલ્ટ ૧૦૦ ટકા લાવવું હોય, તો અમુક વિદ્યાર્થીઓ પર વધારે કામ પણ કરવું પડે.
જે શિક્ષક આ બાબત ધ્યાનમાં રાખે છે, એના કલાસનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવે જ છે.
ધંધામાં પણ જે બિઝનેસ લીડર બધાને સાથે લઇને ચાલી શકે, એની ગાડી ખૂબ આગળ જરૂર જાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માત્ર ઓફિસમાં બેસીને ઓર્ડર છોડવાથી …
પૂર્વ લેખ:
આપણા સંતાનો માત્ર આપણે કંડારેલી કેડી…