કંપનીના કામકાજની રોજિંદી બાબતો કે જેનાથી બહુ ફરક પડતો ન હોય, એ અંગેના નાના-મોટા નિર્ણયો લેવાની ઓથોરિટી ધીરે ધીરે સ્ટાફમાં યોગ્ય લોકોને આપતા રહીએ, તો આપણો સમય રોજિંદી બાબતોમાંથી મુક્ત થઇને ભવિષ્યના પ્લાનીંગના મહત્ત્વના કામમાં લગાડી શકાય. બધાં જ નિર્ણયો આપણે જ લઇએ, તો આપણો સમય બિનજરૂરી બાબતોમાં વેડફાઇ જશે. ઉપરાંત, ધંધામાં જવાબદાર લોકોનું ડેવલપમેન્ટ પણ નહીં થઇ શકે. ધંધાને વિકસાવવો હોય, તો આપણો સમય યોગ્ય બાબતો પાછળ વપરાય એની તકેદારી રાખવી પડશે, અને જે લોકો જવાબદારી લઇને એને નિભાવી શકે એમને ડેવલપ કરતાં રહેવું પડશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેવી કહેણી તેવી કરણી રાખો
પૂર્વ લેખ:
સફળ બિઝનેસ લીડરોની બે ખાસિયતો