આપણે સતત આપણા માણસો પર ગુસ્સો કરતાં રહીએ, એમની ટીકા કરતાં રહીએ, એમના વિશે ફરિયાદો કરતાં રહીએ તો સારી ગુણવત્તાના કોઈ માણસો આપણી પાસે ટકશે નહીં.
જ્યાં સુધી એમને સારી તક નહીં મળે ત્યાં સુધી આપણી ગરમી સહન કરશે, પણ જેવો કોઈ વિકલ્પ મળશે એટલે જતા રહેશે. પાર્કિંગ લોટમાં કાયમ એવાં જ વાહનો રહે છે, જે બહાર ચાલતાં નથી.
આપણો ગુસ્સો આપણી કંપનીને પાર્કિંગ લોટ તો નથી બનાવી રહ્યો ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ ધંધાર્થીઓમાં એક કાબેલિયત….
પૂર્વ લેખ:
લીડરશીપનો બધો આધાર હિમત પર…