ધંધામાં જે કંઇ શરૂ થાય, એ બધાંમાં સફળતા જ મળે, એ શક્ય નથી હોતું. અવારનવાર ભૂલો થાય છે, નિષ્ફળતાઓ મળે છે.
એપલ, ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, ફેસબૂક, ટાટા, બિરલા, રિલાયન્સ, ટોયોટા, પેપ્સી, કોકા-કોલા, કોલગેટ, નેસ્લે – નાની-મોટી બધી કંપનીઓ ભૂલો કરે છે. તેઓ પણ ઘણું બધું ટ્રાય કરે છે, એમાંથી ઘણી નિષ્ફળતાઓ પણ મળે છે. એમનાં પણ અનેક પ્રોજેક્ટ્સ અને પ્રોડક્ટ્સ ફેઇલ ગયાં છે.
પરંતુ એ બધી નિષ્ફળતાઓ બાદ પણ આ બધી કંપનીઓ સફળ થઇ શકી છે, મોટી બની શકી છે, કેમ કે એમણે નવી નવી વસ્તુઓ ટ્રાય કરવાનું બંધ નથી કર્યું.
જે ધંધાઓ નિષ્ફળતાના ડરથી ઉપરવટ જઇને કોશિશો કરતા રહે છે, એ જરૂર સફળ થાય જ છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
સાચી દિશા માટે વિચારો બદલો