“મને બધી ખબર છે, મને બધું આવડે છે”. આ ભ્રમ મનમાં નવા નવા આઇડીયાને અને વિકાસની શક્યતાઓને પ્રવેશવા નથી દેતો.
નવું જાણવાની ઉત્કંઠા, નવું શીખવાની ઇચ્છા, “આપણને ઘણું નથી આવડતું” એ હકીકતનો વિનમ્રતાપૂર્વકનો સ્વીકાર પ્રગતિના પથ પરની દોટ માટે માર્ગ મોકળો કરે છે.
બિઝનેસ લીડરના મનની બારીઓ ઉઘાડી રહે, તો એના બિઝનેસની તાજગી કાયમ રહે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કસ્ટમરોને કંઇક નવું આપતા…..
પૂર્વ લેખ:
સતત ભવિષ્ય માટે…