ધંધામાં સફળતા, નિષ્ફળતા અને હરીફાઈના સમીકરણો બદલતાં રહે છે. પરિસ્થિતિ પ્રમાણે હરીફો વચ્ચે પણ સહકાર જોવા મળે છે. એપલની પ્રોડક્ટ્સના અમુક પાર્ટ એનો હરીફ સેમ્સંગ બનાવી આપે છે. ભારતમાં ટોયોટા અને મારૂતિ એકબીજાએ બનાવેલી ગાડીઓને પોતાના બ્રાન્ડ નામ હેઠળ રજૂ કરે છે. આવા અનેક ઉદાહરણો દ્વારા એ સાફ થાય છે કે સફળ ધંધાઓ કોઇને દુશ્મન ગણતા નથી, અને સમયાનુસાર માર્કેટના સંજોગો પ્રમાણે પોતાનો વ્યૂહ બદલતા રહે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા નેટવર્કમાં એવા લોકો હોય…..
પૂર્વ લેખ:
જો નાનું કામ કરવું હોય, તો આપણે….